સમગ્ર ભારતમાં 1800 મહિલાઓએ એકસાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
રાજકોટ, 8 માર્ચ, 2025 – વોકહાર્ટ હોસ્પિટલ્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોતાના વાર્ષિક ‘આઈ એમ ફિયરલેસ’ અભિયાન સાથે કરી, જેનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મુંબઈ સેન્ટ્રલ, મીરા રોડ, રાજકોટ અને નાગપુર સહિત વિવિધ સ્થળોથી 1800 મહિલા સ્ટાફ સભ્યો જોડાયા હતા જેમાં આરએમઓ, ડોકટરો, નર્સો, એડમિન સ્ટાફ, હાઉસકિપિંગ ટીમ અને અન્ય વિભાગોના કર્મચારીઓ શામેલ હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ મહિલા આરોગ્ય અને એકતા પ્રત્યે પ્રતિબદ્ધતા છે.
આ કાર્યક્રમમાં પ્રખ્યાત તબીબો, જેમ કે પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત તથા બ્રેસ્ટ સર્જન દ્વારા મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી. તેમણે પ્રજનન સ્વાસ્થ્ય, રોજિંદા સ્વ-પરીક્ષણની જરૂરીયાત, અને ગંભીર બીમારીઓ રોકવા માટે આરંભિક તબક્કે સ્ક્રીનિંગની અગત્યતા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ તબીબોના ઉદ્દેશનાઓ બાદ એક ઇન્ટરએક્ટિવ અને સવાલ -જવાબનો સેશન પણ યોજાયું, જે ખૂબ જ માહિતીપ્રદ બન્યું હતું.
મહિલાઓ માટે પ્રેરણાદાયી પ્રવચનો ઉપરાંત, સ્ટાફ સભ્યોએ વિવિધ પ્રતિભાશાળી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ગીત-સંગીત, ડાન્સ, કરાઓકે, સ્ટેન્ડ-અપ કોમેડી, કાવ્યપાઠ, સંગીત સાધનો પર પરફોર્મન્સ, જાદુઈ પ્રદર્શન અને સ્કિટ દ્વારા ઉજવણીને રંગીન બનાવામાં આવી હતી.
મહિલાઓના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે, વોકહાર્ટ હોસ્પિટલ્સે 1થી 6 માર્ચ 2025 સુધી પેપ સ્મીયર, મેમોગ્રાફી અને ડોક્ટર કન્સલ્ટેશન પર 25% ડિસ્કાઉન્ટ આપ્યું છે.
વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રૂપની મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઝહાબીયા ખોરાકીવાલાએ જણાવાયું હતું કે, “વોકહાર્ટ હોસ્પિટલ્સમાં, અમે મહિલાઓને નિર્ભય જીવન જીવવા માટે સશક્ત બનાવવા માં માનીએ છીએ. ‘આઈ એમ ફિયરલેસ’ અભિયાન એ મહિલાઓમાં રહેલી શક્તિ અને સહનશીલતાનો ઉલ્લેખ છે. આ દિવસ માત્ર ઉજવણી માટે નથી, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો અંગે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ પણ છે.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ ગ્રૂપના એચઆર હેડ શ્રી અમિયાકુમાર સાહૂ એ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દ્વારા, અમે વોકહાર્ટ હોસ્પિટલ્સ માં કામ કરતી મહિલાઓનું સન્માન કરીએ છીએ અને તેમની તંદુરસ્તી, વિકાસ અને સશક્તિકરણ માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીએ છીએ. આ કાર્યક્રમ અમારી ટીમને નજીક લાવે છે અને સંગઠનમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે.”
વોકહાર્ટ હોસ્પિટલ્સના સેન્ટર હેડ ડો. દુષ્યંત પટેલ, એ ઉમેર્યું હતું કે, “આ ઉજવણી અમારી મહિલા સ્ટાફની પ્રતિભા, સમર્પણ અને જુસ્સા નો પ્રતીક છે. ટીમમાં જોવા મળેલી ઉત્સાહ અને એકતાનો સાક્ષી બનવો એક પ્રેરણાદાયી અનુભવ રહ્યો, અને અમે તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક વૃદ્ધિ માટે એક અનુકૂળ વાતાવરણ આપતા રહીશું.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ વિશે:
વોકહાર્ટ હોસ્પિટલ્સએ સુપર-સ્પેશિયલિટી હોસ્પિટલ્સની શ્રેણી છે, જે દક્ષિણ મુંબઈ, ઉત્તર મુંબઈ, નાગપુર અને રાજકોટ ખાતે આવેલી છે. તમામ વોકહાર્ટ હોસ્પિટલ્સ આધુનિક સુવિધાઓ ધરાવે છે અને વૈશ્વિક ધોરણે સુરક્ષિત અને ગુણવત્તાસભર સારવાર માટે પ્રતિબદ્ધ છે. 1500 પથારીની હોસ્પિટલ્સ શ્રેણી માટે 1000 થી વધુ SOPs (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ) અમલમાં મૂકવામાં આવી છે. વોકહાર્ટ હોસ્પિટલ્સનો મુખ્ય ઉદ્દેશ “સેવાથી જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો” છે.