એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટને ક્યુઆઈએ દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે માન્યતા

રાજકોટ : એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ્સ લિ., રાજકોટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે તેને ક્વાલિટી અને એક્રેડિટેશન ઇન્સ્ટિટ્યૂટ (QIA) દ્વારા એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર (1લી એડિશન) તરીકે માન્યતા આપવામાં આવી છે. ISQuaEEA એક્રેડિટેડ આ સંસ્થાની આ પ્રતિષ્ઠિત માન્યતા હોસ્પિટલ દ્વારા ઉચ્ચ સ્તરની સમગ્ર સ્ટ્રોક કાળજી પૂરી પાડવાના પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

એડવાન્સ્ડ સ્ટ્રોક સેન્ટર તરીકે, એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ નિષ્ણાંત તબીબો, કટિંગ- એજ ટેક્નોલોજી અને એવિડન્સ- બેઝડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ સાથે સ્ટ્રોકના સારવારમાં અગ્રેસર છે. આ એક્રેડિટેશન હોસ્પિટલની વ્યક્તિગત સારવાર અને શ્રેષ્ઠ દર્દી પરિણામોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એનએમ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટના સેન્ટર હેડ દુષ્યંત પટેલ એ જણાવ્યું હતું કે, “QIA દ્વારા મળેલી આ માન્યતા અમારી સ્ટ્રોક કેરમાં શ્રેષ્ઠતા પ્રત્યેની સમર્પિતતાને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ, અદ્યતન તબીબી નિષ્ણાત અને નવીન તબીબી ઉપચાર પદ્ધતિઓ દ્વારા, પેશન્ટ-સ્ટાન્ડર્ડ્સને સતત ઉંચા લેવલે લઈ જવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”

હોસ્પિટલની મલ્ટિડિસીપ્લિનરી સ્ટ્રોક ટીમ જટિલ કેસો સંભાળવા માટે સજ્જ છે, જેમાં ઝડપી નિદાન, તાત્કાલિક સારવાર અને  રિહેબિલિટેશન સપોર્ટનો સમાવેશ થાય છે. આ એક્રેડિટેશન વિશ્વસ્તરીય આરોગ્ય ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ પ્રત્યેની હોસ્પિટલની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

આ પ્રતિષ્ઠિત માન્યતા એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલને અદ્યતન તબીબી સારવારના ક્ષેત્રમાં અગ્રણી તરીકે સ્થાપિત કરે છે અને રાજકોટ તેમજ તેની આસપાસના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાની હોસ્પિટલની મિશનને વધુ મજબૂત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *