ગુજરાતી સિનેમામાં આજકાલ ઘણી ફિલ્મો બની રહી છે. પરંતુ સરીન ફિલ્મ્સ કાંઈક નવું લઈને આવ્યા છે. ઉમાશંકર યાદવ સરિન ફિલ્મ્સના ફાઉન્ડર છે અને તેઓએ 26 મિનિટની શોર્ટ ફિલ્મ “હીર ઔર રાંઝા”બનાવી છે. ફિલ્મમાં હાર્દિક શાસ્ત્રી રાજીવના પાત્રમાં છે અને નેત્રી ત્રિવેદી હર્ષાલીની ભૂમિકા નિભાવી રહી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. હર્ષાલી એક શાળામાં શિક્ષિકા હોય છે અને અચાનક વિદ્યાર્થી સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ થઈ જાય છે. તે એવું અનુભવે છે કે આ સમાજમાં તે રહી શકશે નહિ. તે એક કેબમાં બેસે છે અને ડ્રાઈવરને કહે છે કે ક્યાંક દૂર લઇ જાય અને આ કેબનો ડ્રાઈવર હોય છે રાજીવ. રાજીવ તેને પોતાના ગામડાંના ઘરે લઈ જાય છે અને ત્યા તેને આ વાયરલ વિડીયો અંગે જાણ થાય છે.
આ બંને એકબીજાના પ્રેમમાં પડે છે અને તેઓ આ સમાજથી દૂર કેરાલા જવાનું નક્કી કરે છે. કેરાલા જતાં પહેલાં તેમની માટે સંઘર્ષ આવે છે અને પછી શું થાય છે તે માટે પ્રસારભારતી ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ આવી ગઈ છે, તો જરૂર થી જોજો. શું આજના યુગમાં આ હીર અને રાંઝા મળશે? તે ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
“હીર ઔર રાંઝા” ના મુખ્ય કલાકારો, નેત્રી ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી, જાણીતા થિયેટર અને ગુજરાતી ફિલ્મ કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર કે જેને પ્રસૂન ઘોષ એ કમ્પોઝ કર્યું છે અને વ્રજ શાહની સિનેમોટોગ્રાફી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
અમે આ શોર્ટ ફિલ્મને 3.5 /5 સ્ટાર્સ આપીએ છીએ.
