વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્રારા “બી અ સાન્ટા” પહેલ  અંતર્ગત ક્રિસમસની ઉજવણી કરાઈ

20 ડિસેમ્બર, રાજકોટ :  ક્રિસમસ અને સામાજિક જવાબદારીની સાચી ભાવનાને સાર્થક કરતાં, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ‘બી અ સાન્ટા’ પહેલ દ્વારા આર્થિક રીતે વંચિત લોકો સાથે ક્રિસમસની ઉજવણી કરવામાં આવી . આ ઇવેન્ટ જરૂરિયાતમંદ લોકો માટે આનંદ અને સદ્ભાવના ફેલાવવા, વિવિધ સમુદાયો સુધી પહોંચવા અને જેમને તેની સૌથી વધુ જરૂર હોય તેમના માટે આ તહેવારને ઉજ્જવળ બનાવવા માટે સમર્પિત હતી.

વોકહાર્ટ ટીમે કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે મુલાકાત લીધી હતી જ્યાં બાળકોનેને કપડાં, ભેટો અને નાસ્તાનું વિતરણ કર્યું હતું. આ ઇવેન્ટ આનંદ અને હૂંફથી ભરેલી હતી, જેમાં રમતો, કેક કટિંગ અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે, જેનાથી આનંદ અને ખુશીઓની લાગણી પ્રસરી.

“વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે અમે કરુણા અને દયાની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ અને એ પણ ખાસ કરીને તહેવારોની મોસમમાં લોકો ને ખુશીઓ મળે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ . અમારી ‘બી અ સાન્ટા’ પહેલ અમને એવા લોકો સાથે વંચિત સમુદાય સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરવાની તક આપે છે કે જેથી તેઓના ચહેરા પર સ્મિત ફેલાય.”- વોકહાર્ટ હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી ઝહાબિયા ખોરાકીવાલાએ જણાવ્યું હતું.

આવશ્યક વસ્તુઓના વિતરણ ઉપરાંત, આ સેલિબ્રેશનમાં નાસ્તો, ભોજન અને ભાવના જીવંત રાખવા વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી. ઇવેન્ટ સામેલ દરેક વ્યક્તિ માટે સમુદાય અને સંબંધની ભાવના ઊભી થઈ હતી..

આ અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ એ જણાવ્યું હતું કે, “ક્રિસમસ અને નવું વર્ષ તેની સાથે ખુશીઓ લઈને આવે છે. અમે આ પ્રકારની ઉજવણી અને સામાજિક કાર્યો સાથે સમાજને કાંઈક આપવાનો પ્રયાસ કરીએ છીએ અને આ પ્રકારના હેતુઓ માટે યોગદાન આપવાની અમારી સામાજિક જવાબદારી અદા કરીએ છીએ. નાતાલ એ પ્રેમ અને ઉદારતાનો ઉત્સવ છે. તેને અનુસરીને અમે અનાથાશ્રમના બાળકો કે જેઓ ઘણી બધી જરૂરિયાતોથી વંચિત હોય છે તો તેમના જીવનને ખુશીઓથી ભરવા માટે દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ”

સામાજિક જવાબદારી પ્રત્યે વોકહાર્ટ હોસ્પિટલ્સની પ્રતિબદ્ધતા મજબૂત રહે છે, અને ‘બી અ સાન્ટા’ જેવી પહેલો સંસ્થા અને તે જે સમુદાયો સેવા આપે છે તે વચ્ચેના સંબંધને મજબૂત કરવામાં મદદ કરે છે, જે વંચિતોના જીવનમાં હકારાત્મક અસર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *