સનાતન ધર્મ સેવા સંસ્થાન, ગુજરાતની મહિલા સંઘ સમિતિના અધ્યક્ષ પદ પર ઉષા કપૂરની નિમણૂક

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને પુજ્ય મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ ગુજરાત મહિલા સંગઠન સમિતિના પ્રમુખપદે ઊષા કપૂરની નિયુક્તિ (વરણી/ નિમણૂક/ પસંદગી, ચયન).

સનાતન ધર્મ સેવા સંસ્થાન એક સનાતન ધર્મ સંતોનું સંગઠન છે તેમજ કથાકારો, કલાકારો, મહિલાઓ અને તમામ સનાતનીઓને સંગઠન કરતુ યુનિટ છે, જેમાં ગુજરાત પ્રદેશના મહિલા સંગઠન સમિતિના પ્રમુખ પદે ઊષા કપૂરની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે. જીલ્લા વાઇસ, તાલુકા વાઇસ અને ગામ ,વાઇસ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રીના પદની નિયુક્તિ કરવામાં આવશે.

તેઓ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે. સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત ઉજવશે અને તેમા જોડાશે. શાસ્ત્રનું જ્યાં વાચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સંભાળશે સમાજની જરૂરિયાત ઉભી થશે ત્યારે આરોગ્ય અને શિક્ષણનું કામ પણ કરશે. નારી સશક્તિકરણનું કામ પણ કરશે. મંદિરોની સ્વચ્છતા રાખશે. સમાજને જરૂરિયાત ઉભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *