જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ તુષાર સાધુ, જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર ડંકો વગાડ્યો છે. જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ થયું છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ગુજરાતી અભિનેતાનું નામ આ એવોર્ડ માટે નોમિનેટ થયું હોય. ઉલ્લેખનીય છે કે  ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિપુલ શર્મા, પ્રોડ્યુસર જય પંડ્યા અને એક્ટર તુષાર સાધુની ફિલ્મ ‘કર્મ વૉલેટ’ ને  યુનાઇટેડ સ્ટેટ્સ એરિઝોનાના ગ્રાન્ડ કેન્યન ફિલ્મ ફેસ્ટિવલ તેમજ ભારતના ક્રાઉન વૂડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા થઈ છે. સાથે જ આ ફિલ્મને ગ્રીસમાં એથેન્સ ઇન્ટરનેશનલ આર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ઓનરેબલ મેન્શન પણ મળ્યું છે.

ફિલ્મને વિવિધ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી નામના મળી છે. તે અંગે તુષાર સાધુ જણાવે છે કે, “મારા માટે આ સિદ્ધિ મેળવવી એ ઘણી ગર્વની વાત છે. સાથે અમારી ફિલ્મને રિલીઝ અગાઉ જ ઘણાં ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પણ મળ્યા છે જે અમારા માટે આનંદની વાત છે. આ સિદ્ધિઓ થકી અમારો આત્મવિશ્વાસ વધુ દ્રઢ થયો છે.”

 ફિલ્મ કર્મ વોલેટ’માં કર્મના સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. જેમાં શ્રીમદ્ ભગવત ગીતામાં સૂચવામાં આવેલા કર્મના સિદ્ધાંતને આધારિત છે બીજુ કે ગીતા મુજબ દરેક વસ્તુ લખાયેલી હોય છે આથી માણસે પોતાના સારો કર્મનો વોલેટ હંમેશા ભરેલું રાખવું જોઈએ.

આ ફિલ્મમાં બે ગીતો જ છે, જેમાંથી એક ટાઇટલ ટ્રેક સૂરજ જગને ગાયું છે અને બીજું ગીત કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *