રાજકોટ : હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે. આ વર્ષની વર્લ્ડ હાર્ટ ડેની થીમ “યુઝ હાર્ટ ફોર એક્શન”છે. આ થીમ વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે પગલાં લેવાના મહત્વ પર ભાર મૂકે છે. આ થીમ અવેરનેસથી એક્શન તરફ જવાની અને લોકોને મજબૂત નીતિઓ અને પહેલ માટે હિમાયત કરવા માટે સશક્ત બનાવવાની જરૂરિયાતને પણ પ્રકાશિત કરે છે. પરંતુ બદલાતી જતી લાઈફસ્ટાઈલ સાથે હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો થયો છે. તે અંગે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. ધર્મેશ સોલંકી (સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) અને ડૉ. જયદીપ દેસાઈ (સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) એ માહિતી આપી હતી છે. એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં ભારતમાં સૌથી વધુ મોત કાર્ડિયાક બીમારીને કારણે થશે એવું માનવામાં આવે છે. આજકાલ નાની ઉંમરમાં હાર્ટ-એટેક આવવાનું પ્રમાણ વધી ગયું છે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. ધર્મેશ સોલંકી (સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) જણાવે છે કે, આના મુખ્ય કારણ જોઈએ તો વર્ષાગત લક્ષણૉ,તણાવ આપૂરર્તી નિંદ્રા અને ચરબી યુક્ત પ્રોસેસ્ડ ફૂડ જે શરીર માં કેમિકલ બદલાવ લાવે છે. આના કારણે હૃદય ના ધબકારા, બી. પી અને ડાયાબિટીસ ની બીમારી થઇ શકે છે. અત્યાર ના જમાનામાં મોબાઈલ નું વ્યસન એક સૌથી અગત્ય નો કારણ અમારી સામે આવે છે. રાતે સુતા સુતા મોબાઈલ જુવા થી, તેની પ્રકાશથી અને એક્સસાઈટિંગ ન્યૂઝ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ને વાંચવા થી આને મગજ ના જ્ઞાનતંતુ ઉત્તેજીત થાય છે આ દ્વારા હૃદય નું દબાણ વંધ થાય છે જેના થી હાર્ટ અટેક ભી આવી શકે છે. આપડે વેસ્ટર્ન વર્લ્ડ ની સાથે સરખામણી કરીયે તો ભારત માં હાર્ટ અટેક 10 વર્ષ ઉમર ની નાના વયે છે અને હાર્ટ દરમિયાન મૃત્યુ ભી વેસ્ટર્ન વર્લ્ડ દરતા કારણે વધારે હોયે છે. હમણાં સોશ્યિલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડિયા માં યુવા વય ની અચાનક કાર્ડિયાક મૃત્યુ જેને એ લોકો હાર્ટ અટેક દ્વારા પ્રકાશિત કરે છે આવા બધ્ધાજ કેસ માં હાર્ટ અટેક હોવા જરૂરી નથી. ઑટોપ્સી દ્વારા એ માલુમ પાડવા આવ્યું છે, હૃદય ની દીવાલ જાડી થાઈ, હાર્ટ પોડું થવું અને ફેફસા ની નસમાં લોહી જાડું થાઉં આવા બધા કારણો પડી માલૂમ પડે છે.આના માટે ના સોલ્યૂશન આપડે નાનપણ થી જ સચેત રહુ જરૂરી છે. બાળકો ને ઘર નું પોષ્ટિક આહાર, આઉટડોર એકટીવીટી અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જો શીખડાવા માં આવે તો નેક્સટ જનરેશન માટે આ એક આશીર્વાદ રૂપ પગલું હશે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સના ડૉ. જયદીપ દેસાઈ (સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ) એ હાર્ટ એટેકના કારણો સમજાવતા જણાવ્યું હતું કે, ” હું 50 વર્ષથી વધુ ઉંમરના તમામને સ્વાસ્થ્યમાં SIP શરૂ કરવા વિનંતી કરું છું, એટલે કે આપણા પોતાના સ્વાસ્થ્યમાં નિયમિતપણે રોકાણ કરવું જોઈએ. આરોગ્યમાં SIP શું છે? તે છે નિયમિત 3 થી 6 મહિને બોડી ચેક-અપ અને જરૂરી, જેથી કટોકટી અચાનક ન આવે તે માટે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે રોકાણ એ શ્રેષ્ઠ રોકાણ છે”.
હૃદય સબંધિત રોગોનાં કારણો વિવિધ છે. વારસાગત, બીજું સૌથી અગત્યનું કારણ ડાયાબિટીસ, ત્રીજું પરિબળ લાઇફ સ્ટાઇલ , ચોથું સૌથી અગત્યનું પરિબળ સ્ટ્રેસ છે. નિયમિત કસરત કરવાથી પણ હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે.જેનાથી બ્લડ પ્રેશર, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, ડિપ્રેશન ઘટે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. એક મેડિકલ રિસર્ચ પ્રમાણે વિદેશમાં દર 1 લાખની વસ્તીએ 235 તો ભારતમાં 272 લોકોના હાર્ટ એટેકના કારણે અકાળે મૃત્યુ થાય છે.હાર્ટ એટેકને નિવારવા માટે સ્મોકીંગ અને આલ્કોહોલ નું વ્યસન બંધ કરવુ, ખોરાકમાં લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ કરવો . ફરસાણ અને મીઠાઈનું પ્રમાણ ઘટાડવું અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. આ સિવાય ખાંડ, મીઠુ, સાબુદાણા, પોલીશ્ડ રાઈસ અને મેદા સહિતની પાંચ સફેદ કલરની વસ્તુને એવોઈડ કરવી જોઈએ.”
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેની અત્યાધુનિક સુવિધાઓ, નિષ્ણાત તબીબી ટીમ અને દર્દી-કેન્દ્રિત અભિગમ દ્વારા હેલ્થ કેરને આગળ વધારવા અને સમુદાયની સુખાકારી વધારવા માટે સમર્પિત છે. હોસ્પિટલ તેની અદ્યતન સારવાર, વ્યાપક સંભાળ અને આરોગ્ય શિક્ષણની પ્રતિબદ્ધતા માટે જાણીતી છે.