તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) માનવતાની મહેકનું ઉત્તમ ઉદાહરણ બન્યું
અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ મુખ્યત્વે તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) સીએમડી શ્રી જીગ્નેશ ઠાકર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. તેઓએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમને પ્રેરિત કર્યા હતા.
આ વિતરણ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બે જોડી યુનિર્ફોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સહદેવભાઈ ગોહિલ, ધંધુકાના ભાજપના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસ્સી દાદી ઉપસ્થિત રહ્યાં હતા.
શ્રી જીગ્નેશભાઈ ઠાકર સહીત તમામ ઉપસ્થિત મહેમાનોનું શાળા દ્વારા સમ્માન કરાયું હતું. ઉપરાંત તમામ લોકોએ સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર)ના તમામ સ્ટાફનું અભિવાદન ગામલોકો દ્વારા કરાયું હતું. મહાનુભાવો દ્વારા બાળકોને ઉમદા શિક્ષણ કાર્ય કરીને જીવનમાં આગળ વધવા તથા દેશને પોતાની આવડત સમર્પિત કરવા અંગે પ્રેરણામય આશીવર્ચન પણ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરી અને દર વર્ષે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહે તેમ જણાવાયું હતું.
શ્રી જીગ્નેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, “શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ એકસરખા યુનિફોર્મ પહેરીને સાથે બેસીને ભણે એથી એમનામાં સમાનતાનો, એકતાનો ભાવ મજબૂત થાય છે. જે એમનાં સર્વાંગી વિકાસ માટે, સામાજિક સૌહાર્દ માટે ફાયદાકારક છે. અમે લોકોની સેવામાં હંમેશા અગ્રેસર રહીએ તેવો પ્રયત્ન કરીશું.”
તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) ઉમદા કર્યો થકી માનવતાની મહેકનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.