આઈએફબી હોમ એપ્લાયન્સિસ દ્વારા એઆઈ ટેક્નોલોજી સાથેનું અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ વોશિંગ મશીન લોન્ચ

•              વાયએમસીએ ખાતે 22મી અને 23મી ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશન

IFB હોમ એપ્લાયન્સીસ એ એક ભારતીય હોમ એપ્લાયન્સિસ કંપની છે અને IFB ઇન્ડસ્ટ્રીઝનો એક વિભાગ છે. કંપની હાલમાં લોન્ડ્રી, કિચન, લિવિંગ અને ઈન્ડસ્ટ્રીયલ  હેતુઓ માટે એસેસરીઝ સાથેની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે વોશિંગ મશીન, વોશર-ડ્રાયર્સ, લોન્ડ્રી ડ્રાયર્સ, ડીશવોશર, માઇક્રોવેવ ઓવન, એર કંડિશનર્સ, રેફ્રિજરેટર્સ, હોબ્સ, ચીમની અને અન્ય કૂકિંગ એપ્લાયન્સિસ જેવા ઉપકરણો પ્રદાન કરે છે. IFB હોમ એપ્લાયન્સીસ દ્વારા પોતાના ડીલર્સ અને ચેનલ પાર્ટનર્સ માટે અમદાવાદમાં વાયએમસીએ ખાતે 22મી અને 23મી ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્રોમા અમદાવાદની ટીમ, રિલાયન્સ ટીમ સહિત ગુજરાતનાં મુખ્ય ડીલર સંકેત ઇન્ડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

IFB કે જે વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે. આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સિસની દુનિયામાં  એક આગવું સ્થાન મેળવ્યું છે. IFB  દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લૂક સાથેની લાઇનઅપ લોન્ચ કરવામાં આવી છે.. IFB વર્ષોથી પોતાની આગવી ટેક્નોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે. IFB દ્વારા નવી 0xyjet Technology IFB DeepClean Ai લોંચ થવા જઈ રહી છે, જેમાં બહારની હવા, ડિટરજન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડા ધોવાય છે. અદ્યતન AI ફીચર દ્વારા કપડાનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન ક્યા પ્રકારનું રાખવું એ આપ મેળે નક્કી થાય છે.

આ ટેક્નોલોજીની મદદથી કપડાનો કલર, ટેક્સ્ચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે અને ગ્રાહકોને એક નવી આકર્ષક કિંમત પર આ નવું મશીન મળી રહેશે. ઇનબિલ્ટ Wi-Fi હોવાથી વોશિંગ મશીનનો ઉપયોગ કોઇપણ સમયે કોઇપણ જગ્યાએથી કરી શકાય છે. 9 અલગ-અલગ પ્રકારની રીતે કપડા વોશ થાય છે. જે અન્ય કંપનીઓની સરખામણીમાં અદ્યતન કહી શકાય.

 પાવર સ્ટીમ ફીચર હોવાના કારણે તેમાં 99.9% જર્મ્સનો નાશ થાય છે અને કપડું એકદમ મુલાયમ બનાવી તેમાંથી દરેક ડાઘ યોગ્ય રીતે સાફ થાય છે. ઉપરાંત પાણી 20% થી 25% ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને 40% એનર્જી પણ બચાવે છે. IFB દ્વારા આ AI ટેક્નોલોજી લોંચ કરી યુઝર્સને ખૂબ જ આરામદાયક સગવડ પૂરી પાડતું વોશિંગ મશીન આપવામાં આવશે. જેથી સમય બચશે, મહેનત ઓછી થશે અને કપડાંનું ધ્યાન અદ્યતન ટેક્નોલોજી દ્વારા રાખવામાં આવશે. જેથી લાઇફની અને કપડાંનીની ગુણવત્તા બન્નેમાં સુધાર આવશે. IFB આગવી ટેક્નોલોજી થકી મેક ઇન ઇન્ડીયાને ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે.

IFB સંપૂર્ણ સ્વચાલિત ટોપ લોડ વોશિંગ મશીનો કાર્યક્ષમતા સાથે આવે છે, તેથી તે ભારતમાં શ્રેષ્ઠ ટોપ લોડ વોશિંગ મશીન તરીકે ઓળખાય છે. IFB ના વોશિંગ મશીનોની ગુણવત્તા અને કામગીરીની સામાન્ય રીતે પ્રશંસા કરવામાં આવે છે, અને તેની આધુનિક સુવિધાઓ વપરાશકર્તાઓને અનુકૂળ અનુભવ પ્રદાન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *