પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશન આગામી ડિસેમ્બર મહિનામાં ગાંધીનગરમાં યોજાશે.

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ ઓલ્ડેસ્ટ પ્લાસ્ટિક એસોસિએશન છે જેમાં 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે, તે પ્લેક્સપોઈન્ડિયા 2024 ની 9મી આવૃત્તિની શરૂઆતની જાહેરાત કરતા ખુશ છે. 1979માં સ્થપાયેલ, પ્લેક્સપોઈન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર, ગુજરાત, મધ્ય ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક મુખ્ય ઇવેન્ટ બની છે.
પ્લેક્સપોઈન્ડિયા 2024ની 9મી એડિશનની આજે અમદાવાદની હયાત રેજન્સી હોટેલ ખાતે લોન્ચ કરવાની જાહેરાત કરતાં GSPMAને આનંદ થાય છે. આ કાર્યક્રમમાં 300 થી વધુ ઔદ્યોગિક માલિકોએ હાજરી આપી હતી અને 25,000 ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન સ્પેસ દર્શાવશે. આગામી એક્ઝિબિશન 6ઠ્ઠી થી 9મી ડિસેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
પ્લેક્સપોઈન્ડિયા ઉદ્યોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપીને, ઉદ્યોગને સમર્થન અને જોડવા માટે અડગ પ્રતિબદ્ધતા સાથે તેની જર્ની ચાલુ રાખે છે. આ ઇવેન્ટમાં આજે મુખ્ય ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સ એ મજબૂત હાજરી અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
જેમાં શ્રી રવીશ કામથ (પ્રેસિડેન્ટ, પ્લાસ્ટ ઈન્ડિયા ફાઉન્ડેશન), શ્રી ભરત પટેલ (પ્રેસિડેન્ટ, GSPMA), શ્રી વજુભાઈ વઘાસિયા (ચેરમેન પ્લેક્સપોઈન્ડિયા), શ્રી શૈલેષ પટેલ (સેક્રેટરી, પ્લેક્સપોઈન્ડિયા), શ્રી પંકજ જૈન (ચેરમેન માર્કેટિંગ કોમ્યુનિટી,પ્લેક્સપોઈન્ડિયા) તેમજ શ્રી જિગીશ દોષી (ઈમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ,પ્લેક્સપોઈન્ડિયા ફાઉન્ડેશન) પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આગામી મહિનાઓમાં, પ્લેક્સપોઈન્ડિયા ને મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો અને શહેરોમાં પ્રમોટ કરવામાં આવશે, જેમાં ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સ એક્સ્પોમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે. સર્જનાત્મકતા વધારવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને ઉદ્યોગની હાજરીને મજબૂત કરવાની આ એક તક છે.
પ્લેક્સપોઈન્ડિયા આ એક્સ્પોમાં જોડાવા અને તેમની તમામ નવીનતાઓ સાથે તેમની સર્જનાત્મકતા અને હાજરીને વધારવા માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લેયર્સનું સ્વાગત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *