અપકમિંગ ગુજરાતી ફિલ્મ કારખાનાનુંની સ્ટારકાસ્ટ દ્વારા ઇકોફ્રેન્ડલી પ્રમોશન

ફિલ્મોના પ્રમોશન ઘણી રીતે થતાં હોય છે, પણ પહેલી વાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની ટીમએ અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન સાથે મળીને હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપડા નો સમાવેશ થાય છે, તેનું વાવેતર તથા તેમના જતન માટે બાળકો દ્વારા પ્રતિક્ષા લેવામાં આવી. પર્યાવરણ માટેના આ ઉતમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના એમ.એલ.એ શ્રીમતી કંચનબેન રાદડીયા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કારખાનું ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે “કારખાનાં એ આજની જરૂરિયાત છે, પણ વૃક્ષારોપણ એ ભવિષ્યની માંગ છે. જે રીતે તાપમાન વધી રહ્યું છે માત્ર વૃક્ષો જ આપણને બચાવી શકે છે.”
કારખાનું ફિલ્મ અંગે વાત કરીયે તો કારખાનું એ ગુજરાતની એવી સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચાતરશે. કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ “મર્કટ બ્રોસ” દ્વારા નિર્મિત છે જેમાં કાજલ ઓઝા વૈધ, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પીઢ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક ત્રિવેદી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો પણ છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે.ગુજરાતી ફિલ્મો ને નવા આયામો ઉપર લઈ જાવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ સપ્ટેમ્બરમાં કારખાનું ફિલ્મ આપની સમક્ષ પ્રસ્તુત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *