75 વર્ષીય દર્દીના જમણાં થાપાના ગોળાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 75 વર્ષીય દર્દી કે જેઓ ઘણાં વર્ષોથી સાઈકોલોજિકલ ડિસ્ટર્બ હતા અને તેમને જમણાં પગમાં થાપાના ગોળા પાસે ફ્રેક્ચર થયું હતું. ઘણાં લાંબા સમયથી બ્લિડિંગ થવાના કારણે તેમનું હિમોગ્લોબીન માત્ર 7.5 થઈ ગયું હતું. દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન)ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા.

દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ ધ્યાનમાં રાખીને તેમને સર્જરી અગાઉ લોહી ચઢાવવામાં આવ્યું અને એક દિવસ બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. દર્દીના હાડકાની ઘનતા ખુબજ ઓછી હોવાથી ગંભીર ઓસ્ટીયોપોરોસિસ થયું હતું અને અધુરા માં પુરૂ (દુષ્કાળ માં અધિક માસ) બન્યું એવું કે દર્દીને ફ્રેકચર ચાર પાર્ટમાં નીકળ્યું.

આ અંગે ડૉ. ઉમંગ શિહોરા (સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ)એ જણાવ્યું હતું કે, “દર્દીની તમામ જનરલ સ્થિતિને જોતા દર્દીને ખુબજ ઓછા સમય માટે જ એનેસ્થેશીયા આપી શકાશે તેવું રિસ્ક જણાયું. માત્ર 70 થી 80 મિનિટ માં સંપૂર્ણ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું કર્યું અને તેમને એક પણ દિવસ આઇસીયુમાં રોક્યા વગર રૂમ માં શિફ્ટ કરાયા અને બીજા દિવસથી તેઓ વોકરથી ચાલતાં થઇ ગયા. માનસિક રીતે ભાંગી ગયેલ હોવાં છત્તાં દર્દીની ઓસ્ટીયોપોરોસીસ ના કારણે થયેલ થાપાના ફ્રેક્ચરની સર્જરીની રિકવરી પણ ઝડપથી થઇ.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ ને હેન્ડલ કરવાની એક હાઈ સ્કિલ છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 2000 જેટલી સર્જરી સફળતાપૂર્વક કરેલી છે.

થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાં જ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *