રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો હતો કે, એક હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટી વખતે પેટ્રોલિંગ કરતાં સમયે એક ચોરને પકડ્યો. ચોર સાથે ઝપાઝપી કરતાં સમયે ચોરે આ હોમગાર્ડ જવાનને છડીથી ઘા કર્યો. તેમને થયેલ ઇજાના કારણે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી તેમને સર્જીકલ હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીને વધારે બ્લીડીંગ થવાથી તેઓનું બીપી લો થઈ ગયું હતું અને તેમની સ્થિતિ ઘણી ગંભીર જણાતી હતી. આ દર્દીને વહેલી સવારે આઇનોટોપિક સપોર્ટ સાથે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા. આ દર્દીને ડૉ.સુનિલ બાનસોડે, (સિનિયર કન્સલ્ટન્ટ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)ની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા.
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ઇમર્જન્સીમાં સીટીસ્કેન કર્યા બાદ માલૂમ થયું કે, તેમને કે 4 થી 5 ગ્રેડની લીવર ઇજા હતી અને બ્લીડીંગ પણ ઘણું થતું હતું. ડૉ.સુનિલ બાનસોડે, (સિનિયર કન્સલ્ટન્ટ, જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ આ કેસ અંગે જણાવ્યું હતું કે, “દર્દી અમારી પાસે આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર જણાતી હતી. બ્લીડીંગ વધુ થવાના કારણે તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું અને લેટેસ્ટ સર્જીકલ ટેક્નોલોજીથી કરવામાં આવ્યું. તેમના ઓપરેશન દરમિયાન 5 થી 6 લિટર લોહી ચઢાવામાં આવ્યું.”
આ દર્દીને 2 દિવસ આઈ.સી.યુ.માં રાખીને 7 દિવસમાં ડ્રેઇન સાથે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ત્યારબાદ ચેકઅપ કર્યું અને સીટી સ્કેન અને ઇન્વેસ્ટિગેશન દવારા જણાયું કે હવે કોઈ ગંભીર ઇજા નથી અને દોઢ મહિના પછી તેમનું ડ્રેઇન પણ દૂર કરવામાં આવ્યું. હાલ દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ નથી. આમ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ક્રિટિકલ કેસની સફળ રીતે સારવાર કરવામાં આવી.
વોકહાર્ટ હોસ્પિટલ્સ વિશે:
કેરિંગ અને ઇનોવેશનના ટ્રેડિશન સાથેની અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર, વોકહાર્ટ હોસ્પિટલ્સે 1989માં કોલકત્તામાં મેડિકલ સેન્ટર સાથે તેની પ્રથમ કામગીરી શરૂ કરી હતી. વોકહાર્ટ લિમિટેડ એ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ફર્મ છે, જે વિશ્વના 20 દેશોમાં પોતાની કામગીરી દર્શાવે છે.