અમદાવાદઃ શિયાળો પોતાની સાથે ફૂલગુલાબી ઠંડીની સાથે ધીમેધીમે થીજવી દેતી ઠંડીમાં પરિવર્તિત થતો જાય છે. આ સ્થિતિ પાકા મકાનમાં રહેતા લોકો માટે આકરી બની રહે છે, ત્યારે ઝૂપડા કે ખુલ્લામાં રહેતા લોકો માટે તે જીવન કસોટી બનીને ઉભી રહે છે. આવા વંચિત અને જરૂરિયાતમંદ લોકોને ધ્રુજાવી દેતી ઠંડીમાં હૂંફ આપતા પ્રોજેક્ટ ‘હૂંફ’ અંતર્ગત કપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું.
શહેરમાં સામાજિક કાર્યો સાથે જોડેયેલા યુવાઓના એક જૂથે પ્રોજેક્ટ ‘હૂંફ’ અંતર્ગત ઓઢવ, સિંગરવા અને નરોડા વિસ્તારના સ્લમ વિસ્તારમાં અંદાજિત 700થી વધુ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રોજેક્ટને વિપુલ સથવારાની આગેવાની હેઠળ સંસ્થાના 25થી વધુ યુવાઓ વોલિન્ટિર તરીકે જોડાયા હતા અને પ્રોજેક્ટ ‘હૂંફ’ને સફળ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ તમામ વોલિન્ટિયર દ્વારા છેલ્લા એક મહિનાથી લોકો પાસેથી તેમના પહેરવા યોગ્ય કપડા એકત્રિત કરી રહ્યાં હતા. જેમાં ઘોડાસર, નારોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, નવા નરોડા સહિતના વિસ્તારોમાંથી લોકો દ્વારા પહેરવાલાયક કપડાનું દાન કરવામાં આવ્યું હતુ.