LIBF એક્સ્પો 2026: મુંબઈમાંવૈશ્વિકબિઝનેસ, તકઅનેસહકારનુંખુલ્લુંમંચ (30 જાન્યુઆરી–1 ફેબ્રુઆરી)

અમદાવાદ, ૧૭ જાન્યુઆરી ૨૦૨૬: લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા આયોજિત LIBF એક્સ્પો 2026 આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે યોજાશે.

શ્રી લોહાણા મહાપરિષદના આશ્રય હેઠળ આયોજિત આ એક્સ્પો લોહાણા ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો, યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વૈશ્વિક સહકારનું મહત્વપૂર્ણ મંચ બનશે.

1.7 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં યોજાનાર આ એક્સ્પોમાં 200થી વધુ સ્ટોલ્સ રહેશે, જેમાં વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો પોતાની સેવાઓ અને ઉત્પાદનો રજૂ કરશે. આ એક્સ્પો દ્વારા ભારત, આફ્રિકા, યુકે, અમેરિકા સહિતના વૈશ્વિક બજારો સાથે વેપાર સહયોગ અને સંયુક્ત સાહસોને પ્રોત્સાહન આપવામાં આવશે.

LIBFના ચેરમેન અને શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશ ડી. વિઠલાણીએ જણાવ્યું હતું કે LIBFની રચના યુવાનોને જોડવા અને લોહાણા ઉદ્યોગપતિઓને વૈશ્વિક સ્તરે જોડવાનું ઉદ્દેશ્ય રાખીને કરવામાં આવી છે.

યુગાંડા (2023), ગાંધીનગર (2024) અને દુબઈ (2025) માં સફળ આયોજન બાદ, LIBF એક્સ્પો 2026 અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ બનવાની અપેક્ષા છે.

ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન 20 ક્ષેત્ર આધારિત કન્વેન્શન, એવોર્ડ નાઇટ્સ, યુથ નાઇટ, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટર ઇન્ટરએક્શન તેમજ મધ્યસ્થ મહાસમિતિની બેઠક પણ યોજાશે.

LIBF એક નોન-પ્રોફિટ પહેલ છે અને આ એક્સ્પોથી પ્રાપ્ત થતો વધારાનો લાભ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં, ભારતમાં તેમજ વિદેશમાં, સમાજહિત માટે વપરાશે.

LIBF એક્સ્પો 2026 દ્વારા મુંબઈને વૈશ્વિક લોહાણા બિઝનેસ સહયોગના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *