આ ત્રિ-દિવસીય ઈન્ટરનેશનલ સ્ટોરી- ટેલિંગ ફેસ્ટિવલ 9, 10 અને 11 જાન્યુઆરી, 2026 ના રોજ ઉદયપુરમાં યોજાશે.
ઉદયપુર ટેલ્સ ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ ગર્વભેર તેની 7મી આવૃત્તિની જાહેરાત કરે છે, જે 9 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન રમણીય શહેર ઉદયપુરમાં યોજાવા જઈ રહ્યો છે. સુષ્મિતા સિંઘા અને સલિલ ભંડારી દ્વારા સ્થાપિત, ‘ઉદયપુર ટેલ્સ‘ ઓરલ સ્ટોરીટેલિંગની ટાઈમલેસ આર્ટને પુનર્જીવિત કરવા માટે સમર્પિત છે — જેમાં કોઈ વાંચન નહીં, કોઈ સ્ક્રિપ્ટ નહીં અને કોઈ ગેજેટ્સ નહીં — માત્ર શબ્દોનો જાદુ અને કલાકારની ઉપસ્થિતિ હશે. આ ફેસ્ટિવલમાં પુખ્ત વયના લોકો માટેના સેશન 350-400 શ્રોતાઓ સુધી મર્યાદિત રાખવામાં આવે છે, જેથી વાર્તાકારો અને પ્રેક્ષકો વચ્ચે આત્મીય અને અધિકૃત જોડાણ જળવાઈ રહે.
આ જાહેરાત અંગે વાત કરતા, ઉદયપુર ટેલ્સના કો- ફાઉન્ડર સુષ્મિતા સિંઘાએ કહ્યું: “વાર્તા કહેવી એ માનવ સંપર્કનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે. ઉદયપુર ટેલ્સની દરેક આવૃત્તિ અવાજ, પરંપરાઓ અને અનુભવો દ્વારા તે બંધનને ફરીથી શોધવા વિશે છે જે આપણને સ્પર્શી જાય છે. 2026ની એડિશન વાર્તાકારો અને શ્રોતાઓના એક વૈવિધ્યસભર સમુદાયને એકસાથે લાવશે જે એકતા, પ્રેરણા અને પરિવર્તન લાવતી કથાઓની ઉજવણી કરશે. ઉદયપુર ટેલ્સ એ એવી વાર્તાઓ વિશે છે જે આપણને જોડે છે – જે વાસ્તવિક અને માનવીય છે.”
ફેસ્ટિવલ વિશે વાત કરતા પ્રખ્યાત ગાયક મેયાંગ ચાંગે કહ્યું, “વાર્તાઓ અને બોલાયેલા શબ્દોનો જાદુ, ખાસ કરીને અત્યારના વિચલિત અને વિભાજિત વિશ્વમાં, લોકોને હંમેશા એક સાથે લાવશે. અને સંગીત બીજું શું છે, જો તે સૂરમાં મઢેલી વાર્તાઓ ન હોય જે એક આત્માથી બીજા આત્મા સુધી પહોંચે છે? આ જ કારણસર, હું ઉદયપુર ટેલ્સમાં પરફોર્મ કરવા માટે આતુર છું, જ્યાં હું મારા સુરીલા સંગીત, આરામદાયક શબ્દો અને સ્મિત દ્વારા દરેકને એક તાંતણે બાંધવાનો પ્રયાસ કરીશ.”
આ અનોખો ઈન્ટરનેશનલ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ કંટેપરરી, રોમાન્સ, દાસ્તાનગોઈ, હિસ્ટોરિકલ, મિસ્ટ્રી, હોરર, થ્રિલર અને ફોક જેવી વિવિધસ્ટોરીટેલિંગ સ્ટાઇલની ઉજવણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ફેસ્ટિવલ પરફોર્મન્સની એક સમૃદ્ધ શૃંખલા પ્રદાન કરે છે, જેહ્યુમન એક્સપિરિયન્સ અને આર્ટિસ્ટિક એક્સપિરિયન્સની ઉજવણીમાં ફાળો આપે છે.
દર વર્ષની જેમ આ વર્ષની એડિશન પણ પેઢીઓ, ભૌગોલિક સીમાઓ અને સંસ્કૃતિઓમાં લોકોને જોડતી વાર્તાઓનું જશ્ન મનાવશે. આ ફેસ્ટિવલમાં નીચે મુજબની વિશેષતાઓ રહેશે:
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા લાઈવ સ્ટોરીટેલિંગ સેશન્સ,
‘માસ્ટર સ્ટોરીટેલર્સ‘નું સન્માન: જેમાં પ્રખ્યાત જ્યુરી દ્વારા પસંદ કરાયેલા બે વાર્તાકારોનેઓરલ સ્ટોરીટેલિંગ આર્ટમાં તેમના લાંબા સમયના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે.
સંગીત અને લોક કલાના પરફોર્મન્સ જે પ્રાદેશિક કથાઓને જીવંત કરશે.
બાળકો માટે એક સમર્પિત વિભાગ, જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા યુવા કલ્પનાઓને પોષવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
2026ના લાઇનઅપમાં આરિફ ઝકારિયા, દિવ્ય નિધિ શર્મા, મેયાંગ ચાંગ, દાનિશ હુસૈન, મયૂર કલબાગ, ટેની વિઝાર્ડ ઓફ રા, પૃથ્વીરાજ ચૌધરી, ગીતિકા લિડર, વિલાસ જાન્વે, જ્યોતિ પાંડે અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. એક અનોખા સમાવેશ તરીકે, ઉદયપુરની સેન્ટ્રલ જેલના કેદીઓ પણ કલાકાર તરીકે પરફોર્મ કરશે અને તેમની વાર્તાઓ તથા સંગીત રજૂ કરશે.
સાંકેતિક ભાષાના દુભાષિયા (Sign language interpreters), અંધ શાળાના વિદ્યાર્થીઓની ભાગીદારી અને માસ્ટર સ્ટોરીટેલર્સના સન્માન સાથે, આ ફેસ્ટિવલ સમાવેશીતા (inclusivity)નું પ્રતિક છે. ‘જમઘટ‘ (Jamghat) ઓપન-માઈક સેગમેન્ટ અને બાળકોની વાર્તા કહેવાની સ્પર્ધાઓ દ્વારા ઉભરતા અવાજોની પણ ઉજવણી કરવામાં આવશે.
ઉદયપુર ટેલ્સ સ્ટોરીટેલિંગના ઓરલ ટ્રેડિશનને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખશે. તે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાની કલ્પના કરે છે જ્યાં યુવાન અને વૃદ્ધ બંને ભાગ લઈ શકે અને વાર્તાઓ સાંભળવાનો આનંદ માણી શકે — તથા મૂલ્યો અને અનુભવોથી સમૃદ્ધ થઈ શકે. આ ફેસ્ટિવલ માને છે કે વાર્તા કહેવી એ માત્ર કલાકાર દ્વારા પ્રેક્ષકોને વાર્તા સંભળાવવી નથી, પરંતુ તે કહેનાર અને સાંભળનાર વચ્ચેનો એક વિનિમય છે, એક એવો અનુભવ જેમાંથી બંને પસાર થાય છે અને એક યાદગાર સ્મૃતિ ઘરે લઈ જાય છે.
ટિકિટ બુકમાયશો (BookMyShow) પર ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 250 થી શરૂ થાય છે.
