ઝી ટીવીના સરુએ તેના જોરદાર નાટકથી દર્શકોએ જકડી રાખ્યા છે, કેમકે અનિકા (અનુષ્કા મર્ચન્ડે), વેદ (શગુન પાંડે) સાથે સગાઈ કરવા માટે ઇવેન્ટમાં ફેરફાર થતા રહે છે. આ નાટકીય વાર્તા વચ્ચે, સરુ (મોહક માટકર) સગાઈ અટકાવવા માટે શક્ય એટલા પ્રયત્ન કરી રહી છે. પોતાની સુંદર સ્ક્રીન પ્રેઝેન્સ તથા ભાવનાત્મક રીતે સૂક્ષ્મ અભિનયથી મોહક માટકરને દર્શકોને આકર્ષીત કર્યા છે અને સ્ક્રીન પર સરુના પ્રવાસમાં ઊંડાણ તથા પ્રમાણિક્તાનો ઉમેરો કર્યો છે.
આગામી હાઈ-સ્ટેક સિકવન્સમાં, મોહક માટકર પરંપરાગત રાજસ્થાની કઠપૂતળી ડાન્સ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે, જે ફક્ત કથાને જ નહીં, પરંતુ સરુના વારસાને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. આ સાંસ્કૃતિક રજૂઆતને જીવંત બનાવવા માટે મોહકે રાજસ્થાની કઠપૂતળી ડાન્સની જીણામાં જીણી બાબતને પોતાની અંદર ડૂબાડી દીધી. પોતે એક તાલિમ પામેલી શાસ્ત્રીય નૃત્યાંગના હોવાને લીધે તેને તેની નાજુક અભિવ્યક્તિ તથા લયબદ્ધ હલન-ચલનને સંપૂર્ણ બનાવવા માટે કલાકો સમર્પિત કર્યા છે, કોસ્ચ્યુમ ટીમ સાથે નજીકથી સહયોગ કરીને એક અધિકૃત સાજર્થાની દેખાવ બનાવ્યો, જેમાં વાઇબ્રન્ટ રંગો, સમૃદ્ધ ટેક્સ્ચર તથા જટિલ વિગતોનો સમાવેશ થાય છે.

મોહક માટકર આ સિકવન્સ વિશે જણાવતા કહે છે, “સરુના પાત્રને જીવંત કરવાનો અનુભવ અદ્દભુત બની રહ્યો હતો અને આ નૃત્ય મારા માટે ખાસ છે. કેમકે એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે મને ખરેખર એક નવી શૈલી રજૂ કરવાની તકનો આનંદ મળ્યો. રાજસ્થાની કઠપૂતળી ડાન્સ ખૂબ જ પ્રસિદ્ધ છે, તે સુંદર હાથની ગતિવિધિઓ તથા વાર્તા કહેવાના અભિવ્યક્તિઓ વિશે છે, જે પરંપરાગત તાર સાથે જોડાયેલી કઠપૂતળીઓની સ્ટાઈલ કરે છે. રાજસ્થાની કઠપૂતળી નૃત્યના આ કળા સ્વરૂપને શિખવું એ એક પડકાર અને લાભદાયી અનુભવ છે અને સરુને નૃત્ય દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરવાને વધુ અર્થપૂર્ણ બનાવે છે.”
તે ઉમેરે છે, “સરુના પાત્રમાં આ રાજસ્થાની નૃત્ય ક્રમ ઉમેરવાથી મને ખૂબ જ વ્યક્તિગત લાગે છે, કેમકે તેનાથી મને પરંપરાને અપનાવીને તેના મૂળમાં જવાની તક મળી છે. નાજુક હાવભાવથી ઇને જીવંત, કઠપૂતળીથી પ્રેરિત હલન-ચલન સુધી, નૃત્યનું દરેક પગલું રાજસ્થાનના સમૃદ્ધ લોકવારસાને પ્રતિબિંબિત કરે છે. કોસ્ચ્યુમ ટીમ સાથે નજીકથી કામ કરવું એ આ નૃત્યક્રમનું બીજું એક મુખ્ય આકર્ષણ હતું. અમે દરેક ઝીણામાં ઝીણી બાબતો પર ધ્યાન આપ્યું છે, જેથી સરુનો દેખાવ વધુ સારો લાગી શકે. હું દર્શકોને સંસ્કૃતિ તથા વાર્તા કહેવાના આ સંયોજનનો અનુભવ થાય તે દર્શાવવા આતુર છું.”
તેના હૃદયસ્પર્શી પફોર્મન્સની સાથે મોહક માટકર એ સરુના ભાવનાત્મક લાગણીઓને જીવંત કરીને એક એવી ક્ષણ બનાવે છે, જે જોવામાં વધુ મનમોહક બનાવે છે અને સાંસ્કૃતિક રીતે પણ સમૃદ્ધ પણ છે. જેમ-જેમ આપણે વાર્તાને આગળ વધતી જોઈએ છીએ તેમ શું વેદને અકાની ચાલાકીથી બચાવવામાં પણ સફળ થશે કે પછી અનિકાનું પ્લાન સફળ થશે?
જોતા રહો સરુ, દરરોજ સાંજે 7.30 વાગે ફક્ત ઝી ટીવી પર!