ફ્રેન્ડશીપ ડે એ આપણા જીવનમાં આનંદ, આરામ તથા અર્થ લાવનારા સંબંધોની હૃદયપૂર્વકની યાદ અપાવે છે. આ દિવસ એવા લોકોની ઉજવણી કરવો છે, જે દરેક ઉતાર-ચડાવમાં આપણી સાથે ઉભા રહે છે, જે આપણને થોડું મોટેથી હસાવે છે, થોડું ભરપૂર જીવે છે અને થોડું ઓછું એકલું અનુભવે છે. બાળપણના મિત્રો હોય, કામના મિત્રો હોય કે નવા સંબંધો હોય જે ભાગ્યશાળીને મળે છે, દરેક મિત્રતા જીવનના કેનવાસમાં પોતાનો રંગ ઉમેરે છે. આ વર્ષે, ઝી ટીવીના કલાકારો જેમ કે, સરુના અનુષ્કા મર્ચન્ડે, વસુધાનો અભિષેક શર્મા, તુમ સે તુમ તકની નિહારિકા ચૌક્સી, જાને અન્જાને હમ મિલેંની આયુષી ખુરાના, છોરિયાઁ ચલી ગાઁવની ઐશ્વર્યા ખરે તથા જમાઈ નંબર 1નો અભિષેક મલિક તેમના જીવનમાં મિત્રોના મહત્વ તથા તેમના દિલની નજીક રહેલી યાદોંને વર્ણવે છે.
અનુષ્કા મર્ચન્ડે, જે ઝી ટીવીના સરુમાં અનિકાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા માટે મિત્રતા એ જીવનનો સૌથી શુદ્ધ અને સરળ સંબંધ છે. મિત્રતા એટલે તમે કેટલા લાંબા સમયથી કોઈને ઓળખો છો એવું નથી, પણ તમે જેવા છો તેવા તેમની સાથે રહી શકો અને તેની સાથે હોવાથી જ તમારી દુનિયા સારી થઈ જાય છે. મારી બેસ્ટ ફ્રેન્ડ મારા બધા જ ઉતાર-ચડાવમાં મારી સાથે રહે છે. તેઓ મને પ્રોત્સાહિત કરે છે, જ્યારે જરૂર હોય ત્યારે મને ફોન કરી દે છે અને ગમે તેવું હોય તેઓ હંમેશા મારી સાથે રહે છે. તેમની સાથેની મારી સૌથી શ્રેષ્ઠ યાદોં છે, અચાનક જ રાતે ડ્રાઈવ પર નિકળી પડવું, જેમાં કોઈ જગ્યા નક્કી ન હોય, ફક્ત સંગીત સાંભળવાનું, વાતો કરવાની તથા તારાઓ જોતા રહેવાનું. તે મને યાદ અપાવે છે કે, જીવનની શ્રેષ્ઠ ક્ષણો ઘણીવાર આયોજન વગરની હોય છે અને એ યાદોં એવા લોકોની સાથે હોય જેની સાથએ ઘર પર હોવાની અનુભૂતિ થાય. આ ફ્રેન્ડશીપ ડે પર હું બધું જ સરળ તથા દિલને સ્પર્શે તેવું આયોજન કરવા ઇચ્છું છું, મારા નજીકના મિત્રો સાથે સરળ મુલાકાત, તેઓ કેટલા ખાસ છે, તે બતાવવા માટે તેમના માટે જાતે લખેલી નોંધ, ખૂબ બધું સંગીત, ફોટા અને ખુશી.”
અભિષેક શર્મા, જે ઝી ટીવીના વસુધામાં દેવાંશનું પાત્ર કરી રહ્યા છે તે કહે છે, “મિત્રતા મારા જીવનના દરેક તબક્કાનો અભિન્ન ભાગ રહ્યો છે. હું નસીબદાર છું કે, મને મારા નાના બાળકો જેવા અદ્દભુત મિત્રો મળ્યા છે, પરંતુ મારી શાળાના દિવસોના મિત્રો અલગ જ છે, તેમને તે વર્ષઓને અવિસ્મરણિય બનાવી દીધા છે. ઘંટડી વાગતા પહેલા જ લંચ લેવાથી લઇને બ્રેક દરમિયાન ક્રિકેટ રમવા સુધીની યાદોં હજી પણ મારા ચહેરા પર સ્મિત લાવે છે. ભલે જીવન આપણને જુદી-જુદી દિશામાં લઈ જાય, તેમ છતા પણ અમે જ્યારે મળીએ તો એવું જ લાગે કે, સમય જરા પણ પસાર થયો નથી. હું શાળા, કૉલેજ, મારા પડોશી તથા હવે ‘વસુધા’ના સેટ પર દરેક તબક્કે અર્થપૂર્ણ મિત્રો મેળવીને હું ખૂબ જ ધન્ય છું. આ ફ્રેન્ડશીપ ડેના દિવસે, હું જૂના મિત્રોની સાથે ફરીથી જોડાવાનું આયોજન કરી રહ્યો છું, કેમકે જીવનની વ્યસ્તતાની વચ્ચે આ સંબંધની ઉજવણી ખરેખર મહત્વપૂર્ણ છે.”
ઝી ટીવીના તુમ સે તુમ તકમાં અનુનું પાત્ર ભજવતી નિહારિકા ચૌક્સી કહે છે, “મિત્રતા હંમેશાથી મારા જીવનનો એક પાયો બની રહ્યો છે. તે ફક્ત એ લોકોની સાથે રહેવાની વાત નથી, પણ સમયની કસોટી પર ખરા ઉતરતા ગાઢ અર્થપૂર્ણ સંબંધોની વાત છે. સાચા મિત્રો આપણે પસંદ કરેલો પરિવાર છે અને હું ખરેખર મારા એ મિત્રોની આભારી છું, જેઓ જીવનના અલગ-અલગ તબક્કામાં મારી અંદરની વિવિધતાને બહાર લાવ્યા છે, કોઈ એવું છે, જેની સાથે કલાકો સુધી સિનેમાની વાતો કરીએ તો, તો બીજું એવું છે, જેની સાથે શોપિંગ પર નિકળી શકાય, તો કોઈ એવા મિત્ર છે, જે હંમેશા મારી સાથે નવા કાફેને શોધવા તૈયાર હોય છે. મિત્રો સાથેના સંબંધમાં અલગ જ સ્પાર્ક છે, જે પોતાનો દ્રષ્ટિકોણ ઉમેરે છે અને સાથે મળીને તે જીવનને સમૃદ્ધ બનાવે છે. આ ફ્રેન્ડશીપ ડેના દિવસે મેં કોઈ જ આયોજન નથી કર્યું, પણ હું કોઈને મળીને તેની સાથે નવી યાદોં બનાવવા ઉત્સાહિત છું.”

આયુષી ખુરાના, જે ઝી ટીવીના જાને અન્જાને હમ મિલેંમાં રીતનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા માટે મિત્રતાએ હંમેશા જીવનમાં સૌથી કિંમતી છે. ‘જાને અન્જાને હમ મિલેં’ના સેટ પર, હું મારા સહ-કલાકારો ભારત તથા ઉન્નતિમાં આ જોવા મળ્યા છે. શૂટિંગ દરમિયાન અમે લગભગ દરરોજ સાથે વિતાવીએ છીએ અને રસ્તામાં ક્યાંકને ક્યાં અમારો સંબંધ મિત્ર તરીકે વિકસ્યો છે. તેમની સાથે મારી પ્રિય યાદોંમાંની એક લાંબા, કંટાળાજનક દિવસને અંતે જ્યારે હું થાકી ગયો હોય તો, ભારતે મને હસાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે, જ્યાં સુધી મારો મૂડ સંપૂર્ણપણે બદલાઈ ન જાય અને ઉન્નતી મને મારા મનપસંદ નાસ્તા સાથે મને ઉત્સાહિત કરે છે. આ જ ક્ષણો મને અનુભવ કરાવે છે કે, મિત્રતા કેટલી ખાસ હોય છે. તેમની સાથે ફક્ત કામના સંબંધો નથી, પણ એક કે બીજી રીતે એકબીજાની સાથે રહેવાની વાત છે. તેમના સિવાય હું હંમેશા નજીકના મિત્રોનું એક નાનું વર્તુળ રાખ્યું છે, જે મારા માટે દુનિયાનો અર્થ ધરાવે છે. આ ફ્રેન્ડશીપ ડેના દિવસે સેટ પર અને બહાર બંને જગ્યાએ આ સુંદર સંબંધ માટે હું આભારી છું, કારણકે તે મને ખરેખર દરરોજ આગળ વધતા રાખે છે.”
ઝી ટીવીના છોરિયાઁ ચલી ગાઁવની ઐશ્વર્યા ખરે કહે છે, “મિત્રતા એટલે સાથે આગળ વધવું અને એકબીજા માટે સલામત સ્થાન ઉભું કરવું. મને મારા બે શ્રેષ્ઠ મિત્રો મળ્યા છે, જે શરૂઆતથી જ મારી સાથે છે, તે છે, મારી બે બહેનો. તેઓ મારા અડધી રાતની વિશ્વાસુ વ્યક્તિ છે, મારી સૌથી મોટી ચિયરલિડર છે અને મારા મુશ્કેલ દિવસોમાં પણ મને સાથ આપી શકે છે. આજે પણ જ્યારે મને સાંત્વનાની જરૂર હોય તો, સૌથી પહેલા તેમને જ વાત કરું છું. તેમની સાથેનો સંબંધ અતૂટ છે અને હું ખરેખર ધન્ય છું કે, તે બંને મારા જીવનમાં છે. આ ફ્રેન્ડશીપ ડે પર હું મારી એવી બહેનોની ઉજવણી કરું છું, જે ફક્ત પરિવાર જ નહીં પરંતુ, મારા જીવનભરના મિત્રો છે, જે જીવનને વધુ સમૃદ્ધ તથા અર્થપૂર્ણ બનાવે છે.”

અભિષેક મલિક, જે ઝી ટીવીના જમાઈ નં.1માં નીલનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મિત્રતા વિશે મારો વિચાર હંમેશા મારા બાળપણના મિત્રો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે શરૂઆતના નિર્દોષ વર્ષોમાં તમે જે મિત્રતા બનાવો છો અને પુખ્તાવસ્થા સુધી આગળ વધે છે, તે સૌથી અટલ હોય છે. હું ક્યારેય એક વિશાળ વર્તુળમાં નથી માનતી. મારા માટે, તે હંમેશા થોડા સાચા લોકો વિશેની વાત છે, જે દરેક ઉતાર-ચડાવમાં તમારી સાથે ઉભા રહે છે. મારા બાળપણના મિત્રો સાથે જીવન એક સુંદર પ્રવાસ બની રહ્યું છે, અમારી પસંદગીની ચોકલેટ પર ચર્ચા કરવાથી લઈને કોમિક પુસ્તકોના વેપારથી લઇને રમતો રમવાની સાંજ સુધી. હવે અમે, સાથે બેસીને જીવનના લક્ષ્યો તથા સપના વિશે વાત કરીએ છીએ. આ સંબંધ મને યાદ અપાવે છે કે, સાચી મિત્રતા તમે કેટલી વાર મળો છો, તે વિશે નથી, પરંતુ એ જાણવા વિશે છે કે, ગમે તે હોય, તમારી પાસે હંમેશા એકબીજાનો સહયોગ હશે. આ ફ્રેન્ડશીપ ડે નિમિતે, હું સતત એ લોકોની આભારી છું, જેઓ જીવનના દરેક તબક્કાને વધુ ખાસ બનાવે છે.”
