Gujarat -ટ્રેલરના રિલીઝ પછી દર્શકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તે હવે ટાઈટલ ટ્રેકના રિલીઝ સાથે વધુ ઉંચકાયો છે. મહારાણી ફિલ્મનું ટાઈટલ ટ્રેક સીઝન એન્થમ બની રહ્યું છે. બે દમદાર સ્ત્રીઓની અનોખી વાર્તા ઉજવતું આ ગીત પ્રેક્ષકોને ખુબ જ ગમી રહ્યું છે.
આ ગીતનું સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે, જ્યારે ગીતને અવાજ આપ્યો છે માનસી પરેખ ગોહિલ અને જાહ્નવી શ્રીમાંંકરએ અને શબ્દો લખ્યાં છે હુમાયૂન મકરાણીએ. આ ઉર્જાસભર ટ્રેક ચાહકોને અત્યંત પસંદ આવી રહ્યો છે.
મહારાણી ટાઇટલ ટ્રેકમાં માનસી પરેખ અને શ્રદ્ધા ડાંગર બંને એકદમ ધમાકેદાર અંદાજમાં જોવા મળે છે. બંને બ્લેક આઉટફિટ સાથે પાવરફુલ અને રોયલ લુકમાં જોવા મળે છે. માનસી એલીગન્ટ અને ડેરિંગ લુક માં સ્માર્ટ અને બૉલ્ડ શાસક ની જેમ વર્તાય છે. જ્યારે શ્રદ્ધાને ગ્લેમરસ અંદાજ સાથે ફિયર્સ અને ફિયરલેસ રાણી તરીકે દર્શાવેલ છે.
આ ટાઇટલ ટ્રેક સ્ત્રીઓની અનોખી દમદારી અને બિંદાસ અંદાજનું સેલિબ્રેશન છે. ચમકદાર લાઇટિંગ, રોયલ થ્રોન અને મજેદાર સંગીત સાથે આ ગીત જાણે એક નવો પડકાર કરે છે “મહારાણીઓનો યુગ આવી ગયો છે!”
મહારાણી ફિલ્મની વાર્તા રાણી (શ્રદ્ધા ડાંગર)ની આસપાસ ગોઠવાયેલી છે, જે એક આધુનિક ઘરમાં કામવાળી તરીકે આવે છે અને ત્યાંના માલિકો (માનસી પરેખ અને ઓજસ રાવલ)ના જીવનમાં નવું રમૂજ અને ગુંચળ લાવે છે.
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને મંકી ગોડ એન્ટરટેઇનમેન્ટ, સમિટ સ્ટુડિયોઝ અને એક્કા એન્ટરટેઇનમેન્ટના સહયોગથી બનેલી આ ફિલ્મના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો-પ્રોડ્યૂસર્સ તરીકે છે મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાળી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા.
ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને સફળ દિગ્દર્શક વિરલ શાહએ, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત અનેક પ્રતિભાશાળી કલાકારો છે, જેમનું કોમિક ટાઈમિંગ દર્શકોના દિલ જીતી રહી છે.
આ ફિલ્મ એક એવું મજેદાર મિશ્રણ છે જેમાં હાસ્ય, ભાવનાઓ અને ડ્રામાનો સંતુલિત મેળ છે. મહારાણી 1 ઓગસ્ટ, 2025 થી સિનેમાઘરોમાં દર્શકો માટે ઉપલબ્ધ થશે.