Gujarat -વી હેલ્પ ફાઉન્ડેશન, જે મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સેવાઓ માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા છે, તેણે ઉર્જા વુમન એવોર્ડ્સ – 7 નું સફળ આયોજાન કર્યું. આ એવોર્ડ સેરેમનીનું મુખ્ય ઉદ્દેશ તેમના-તેમના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરનારી અને સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડનારી મહિલાઓને સન્માનિત કરવું હતું.
સન્માનિત ઉર્જા એવોર્ડીઝ
આ વર્ષે, 11 મહિલાઓ ને તેમના વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવી:
• આરજે દેવકી – રેડિયો અને થિયેટર કળા ક્ષેત્રે પ્રભુત્વ ધરાવનાર
• પાયલ વૈદ્ય – ગાયન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર
• લેફ્ટિનન્ટ કર્નલ ડો. કમલપ્રીત સગ્ગી (સેવાનિવૃત) – ડિફેન્સ (રક્ષા) ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનાર
• ભૈરવી હેમંત કોશિયા – નૃત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર
• જિયા શૈલેષ પરમાર – બિઝનેસ (વ્યવસાય) ક્ષેત્રે શ્રેષ્ઠતા ધરાવનાર
• જ્યોતિબેન શાહ – સામાજિક સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર
• નિષા કુમારી – સાહસિક પ્રવૃત્તિઓ (એવરેસ્ટ ગર્લ) માં પ્રભુત્વ ધરાવનાર
• ભૂમિકા વિરાણી (CA, CS) – એન્કરિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર
• જૈની શાહ – અભિનય અને થિયેટર ક્ષેત્રે શ્રેષ્ઠતા ધરાવનાર
• ખુશ્બુ પટેલ – સ્માર્ટ ટેક્સટાઈલ ક્ષેત્રે નવીનતા લાવનાર
• ખુશ્બુ સરોજ – ફૂટબોલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ખેલાડીઓનો સન્માન
આ વર્ષે, વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારનારી 16 મહિલાઓ ફૂટબોલ ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.
સન્માનિત ખેલાડીઓમાં:
• માયા રબારી
• અંજલી સરોજ
• અરુણા ચૌહાણ
• મહિયા ચૌહાણ
• જલ્પા પરમાર
• પૂજા પરમાર
• દીપિકા ચુનારા
• સપનાપાસી
• ઝલક પરમાર
• રોશની સરોજ
• પ્રાચી રામ
• તુલસી ભરવાડ
• સિદ્ધિ ભરવાડ
• લક્ષ્મી પાસી
• જેનિસ પિટર
આ ખેલાડીઓએ ખેલ જગતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને આગામી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે.
આયોજનની સફળતા પાછળનું નેતૃત્વ અને ટીમનું યોગદાન
આ ભવ્ય ઇવેન્ટની સફળતા પાછળ મુખ્ય યોગદાન વી હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સચિન શાહ અને સહ-સ્થાપક શ્રી વિઝન રાવલ નું છે, જેમણે આખા આયોજનનું નેતૃત્વ કરી અને ટિમ વર્ક દ્વારા તેને સફળ બનાવ્યું . તેમજ, કોર ટીમના સભ્યો – જૈમિન પટેલ, ધવલ શાહ, સ્નેહલ શાહ, રાહુલ બારોટ અને કિનનલ નાયક એ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

વિશિષ્ટ મહેમાનોની હાજરી અને વિશેષ સન્માન
આ કાર્યક્રમમાં પ્રમુખ અતિથિ તરીકે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને ડો. ફાલ્ગુની મંજુલા હાજર રહ્યા, જેમણે ઉર્જા એવોર્ડ વિજેતાઓને આશીર્વાદ આપ્યા અને તેમને પ્રેરક વચન દ્વારા પ્રોત્સાહન પૂરું પડ્યું.
સાથે જ, “હીરોસ ઇગ્નોટમ” ટીમના શાર્દુલ ભટ્ટ ને એવોર્ડી સ્ત્રીઓની સિદ્ધિઓને કવર કરતી તેમની આગામી પુસ્તકીય આવૃત્તિ માટે તેમના પ્રયાસ માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું.પર્યાવરણ અને શિક્ષણ માટે વી હેલ્પ ફાઉન્ડેશનની પહેલ
વી હેલ્પ ફાઉન્ડેશન માત્ર મહિલા સશક્તિકરણ માટે જ નહીં, પરંતુ પર્યાવરણ અને શિક્ષણ માટે પણ પ્રભાવી પ્રસ્તાવ લઇને આગળ વધી રહ્યું છે.આ વર્ષે, ફાઉન્ડેશન દ્વારા રી-યુઝેબલ પેપરનો ઉપયોગ કરીને 5,000 વિદ્યાર્થી માટે ફ્રી નોટબુક દાન કરવાના અભિયાન માટે પ્રમાણિત કરવામાં આવ્યું. આ પહેલ વૃક્ષ બચાવવા અને પેપર વેસ્ટેજ ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
સશક્તિકરણ અને પ્રગતિનો મહોત્સવ
ઉર્જા વુમન એવોર્ડ્સ – સેશન 7 માત્ર એક એવોર્ડ સેરેમની નહોતી, પણ મહિલા શક્તિ, સમર્પણ અને સફળતાનો એક ઉત્સવ હતો.
આ કાર્યક્રમ દ્વારા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરનારી મહિલાઓની મહેનત અને પ્રદાનને સન્માનિત કરવામાં આવ્યું અને સમાજ માટે પ્રેરણારૂપ બનાવવામાં આવ્યું.
વી હેલ્પ ફાઉન્ડેશન દર વર્ષે આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરીને મહિલાઓના યોગદાનને આગળ લાવે છે, તેમને શક્તિશાળી બનાવે છે અને સમાજને વધુ પ્રગતિશીલ બનાવવામાં મદદ કરે છે.