ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ ખાતે ત્રીજા વન-ડે (ODI) માટે આવી. 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોના આગમન સાથે ક્રિકેટ ફીવર ચરમસીમાએ છે. ખેલાડીઓના આગમન સમયે પ્રશંસકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મુકાબલો રોમાંચક બનવાની આશા છે, જ્યાં બન્ને ટીમો વચ્ચે સશક્ત લડત જોવા મળશે. ભારતીય પ્રશંસકો માટે ગૌતમ ગંભીરનું નેતૃત્વ અને તેમની સ્ટ્રેટેજી ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.

