- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ”નું આયોજન કરવામાં આવ્યું
- ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આ એવોર્ડ સમારંભ યોજાયો
ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું.
પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ સમારંભ મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં આપેલા અતુલ્ય યોગદાનની ઉજવણી છે. આ કાર્યક્રમમાં પાયલ જોશી અને નેહા ઝવેરી જોડાયેલ છે. ઇવેન્ટ પ્રેસેન્ટેડ બાય વૈશાલી દેસાઈ છે.
પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સમાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા જેમાં વેપાર, સાહસિકતા, વિજ્ઞાન, ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોર, શિક્ષણ અને સામાજિક અસર, કલા, મનોરંજન તેમજ રમતગમત અને એથેટિક્સ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે.
એવોર્ડ્સના આયોજક ફાઉન્ડર શ્રી બ્રિજેશભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છીએ અને અમને દર વર્ષે વધુ ને વધુ સારો પ્રતિસાદ મળતો આવ્યો છે. આ વર્ષે અમને ખુબજ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન મળ્યા જે પૈકી પસંદિત 65 કેટેગરીમાં અમે એવોર્ડ્સ એનાયત કર્યા છે. આ પ્રકારના કાર્યક્રમો મહિલાઓના જુસ્સાને વધારવાનું અને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરે છે. પેજ 3 મનોરંજન, પ્રેરણા અને ઉજવણીથી ભરપૂર અનફોર્ગેટેબલ ઇવેન્ટ બનાવવાનું વચન આપે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ પેજ 3 એક્સેલન્સ એવોર્ડ 2024માં 100થી વધુ VIP મહેમાનો જેમાં રાજકીય, આઈપીએસ, સેલિબ્રિટીઝ, બિઝનેસ વુમન, સોશિયલ વર્કર અને બીજા જાણીતા લોકોઉપસ્થિત રહ્યા હતા.
પેજ 3 એક્સેલન્સ એવોર્ડ 2024માં વિવિધ શ્રેણીઓ જેમ કે બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ, સામાજિક આરોગ્ય અને ફિટનેસ એવોર્ડ, મહિલા સિદ્ધિ પુરસ્કાર, વર્ષનું ચિહ્ન, વર્ષનો ઉભરતા સ્ટાર વગેરેનો સમાવેશ થાય છે.