વિજયગીરી બાવા નિર્દેશિત, રામ મોરી લિખિત મલ્ટી સ્ટારર ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
ગુજરાત : સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે. વિજયગિરિ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી સિનેમા જગતની ઐતિહાસિક ફિલ્મ ‘કસૂંબો’ એ રીલીઝ પહેલા જ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અમને ટાઇટલ સોન્ગ કરોડો લોકોના દિલ સુધી પહોચ્યું અને સાથે જ ફિલ્મને રિલીઝ પહેલા ઘણી પ્રશંસા મળી રહી છે. ફિલ્મના કલાકારોએ આ ફિલ્મ માટે અથાગ મહેનત કરી છે. ટાઇટલ સોન્ગ સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરવામાં આવ્યું. શત્રુંજ્ય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલા 51 અમર બલિદાનની ભવ્ય ગાથા કહેતી ગુજરાતી ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓની વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.
“કસૂંબો”ના કલાકારો રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધાનાણી એ પટોળા નગરી પાટણની મુલાકાત લીધી હતી. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક સમયે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્વતી અને સંસ્કારલક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું. પાટણના પટોળા, રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવના કારણે પાટણ ખૂબ વખણાય છે.
ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે.
કસૂંબો ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024 ના રોજ રીલિઝ થવાની છે. વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, ચેતન ધાનાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.