સ્માર્ટ હેડફોનથી હિયરિંગ ડેફિશિયન્સી ધરાવતાં લોકો પણ સાંભળી શકે છે
• 5000થી વધુ ઉપયોગકર્તાઓ છે
અમદાવાદ: શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટ- અપ્સ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણાં લોકોને શાર્કસના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટે માર્ગદર્શન મળી રહે છે. અમદાવાદની સંસ્થા વીહિયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્કમાં તેઓએ તેમની બંને સ્માર્ટ પ્રોડક્ટ્સ સ્માર્ટ હેડફોન અને હીયરીંગ હેડ પ્રોડક્ટ રજૂ કરી હતી.
વીહિયરના ડાયરેક્ટર શ્રી કનિષ્ક પટેલ તથા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજ શાહે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “અમે વીહિયર ખાતે એવી ટેક્નોલોજી ડેવલોપ કરી છે કે જેને હિયરિંગ ડેફિશિયન્સી ધરાવતાં લોકો પણ સાંભળી શકે છે. અમારી બંને પ્રોડક્ટ્સ પેટન્ટ ગ્રાન્ટેડ છે. જે વ્યક્તિને કાન નથી કે કાનનો પરદો નથી તેઓ પણ સ્માર્ટ હેડફોન દ્વારા સાંભળી શકે છે. અમારી પ્રોડક્ટ નોન- સર્જીકલ સારવાર પ્રકારની છે જેના 5000થી વધુ ઉપયોગકર્તાઓ છે. અમે ગર્વથી કહી શકીએ છીએ કે વીહિયર સંપૂર્ણપણે મેડ ઈન ઇન્ડિયા પ્રોડક્ટ્સ બનાવે છે.”
ઉલ્લેખનીય છે કે વીહિયર સંસ્થાની શરૂઆત 2016માં થઈ હતી અને આજે તે ઇન્ડિયામાં 16 રાજ્યો અને વર્લ્ડમાં 13 દેશોમાં પોતાની કામગીરી દર્શાવી રહ્યું છે. વર્ષ 2019માં પૂર્વ પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ તરફથી પ્રેસિડેન્ટ રિકોગ્નેશન પણ મળેલ છે. સ્માર્ટ હેડફોનમાં કલેન્ગ્વેજ ટ્રાન્સલેશન સહીત ઘણાં બધા લેટેસ્ટ ફીચર્સ સામેલ છે. ઉપરાંત, બંને પ્રોડક્ટ્સ પર ક્લિનિકલ ટ્રાયલ્સ પણ થયેલ છે.