ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌપ્રથમ એક પાત્ર ધરાવતી ફિલ્મ “ધૂની”
લાલિયો એક રિક્ષા ડ્રાઇવર છે કે જેનું સપનું મોટા લોક ગાયક બનવાનું છે. સંગીત પ્રત્યેનો તેનો પ્રેમ એટલો પ્રબળ છે કે તે તેને એક ખતરનાક પરિસ્થિતિમાં લઈ જાય છે, કે જે તેના જીવન અને તેના પરિવાર બંનેને જોખમમાં મૂકી દે છે. વાર્તામાં બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ તેના પેશન માટે ક્યાં સુધી જઈ શકે છે….