
સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’
અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ની પ્રસ્તુતિ થઈ. સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ આપણા મલકની માટીની સુગંધ રેલાવતું અને હસતું હસાવતું અસ્સલ ગુજરાતી નાટક છે. મરણ પથારીએ પડેલા વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના તમામ સભ્યો – તેની પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રવધુ, પોતા-પોતીઓ, બહેન-બનેવી,…