અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે ‘રિસર્ચ ટ્રાન્સલેશન’ ચાવીરૂપ
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ (JTC) નું આજે અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) સંભાળી રહ્યું છે. અરવિંદ લિમિટેડના વાઈસ ચેરમેન અને અટીરા (ATIRA)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય…
