ગુજરાત : વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલી સંજય સોની અને કૃપા સોની દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ “હાહાકાર” એ તેના સસ્પેન્સ, કોમેડીથી ભરપૂર છે અને ગુજરાતી સિનેમામાં પણ હાહાકાર મચાવી દીધો છે. ફિલ્મ જોવા જનાર દરેક વ્યક્તિ ખડખડાટ હસશે તે તો નક્કી જ છે.
આ ફિલ્મ પ્રતીકસિંહ ચાવડાએ ડિરેક્ટ કરી છે અને મયંક ગઢવી તથા પ્રતીકસિંહ ચાવડા દ્વારા લિખિત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મયુર ચૌહાણ, હેમાંગ શાહ અને મયંક ગઢવી છે. આ ફિલ્મમાં ત્રણ મિત્રોની વાર્તા છે, જે ભણેલા-ગણેલા નથી, નિરક્ષર લોકોની જેમ જ ઓછી સમજણવાળા છે. આ ફિલ્મ એક સિચ્યુએશનલ સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ તેઓને એક મનોરંજક અને યાદગાર અનુભવ આપે છે. મયુર ચૌહાણની હેમાંગ શાહ અને મયંક ગઢવી સાથેની કેમેસ્ટ્રી જે દર્શકોને મજા કરાવે છે. ફિલ્મની કાસ્ટ કેટલાય પ્રતિભાશાળી કલાકારોથી ભરપૂર છે, જેમાં ચેતન દહિયા, હિતલ પુનીવાલા, હિતેશ ઠાકર, કુશલ મિસ્ત્રી, પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ, વિશાલ પારેખ, RJ ચાર્મી, મનીષ કુમાર વાઘેલા, તુષારિકા રાજ્યગુરુ, હેમિન ત્રિવેદી, વૈશાખ રતનબેન અને રાહુલ રાવલ જેવા કલાકારો જોવા મળે છે.
આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી સીન્સ છે, સાંભળીને મજા આવી જાય એવા ડાયલોગ્સ છે. ફિલ્મમાં ભરપૂર ટ્વિસ્ટ અને ટર્ન્સ છે, જે દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે. પાર્થ ભારત ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે, ખાસ કરીને જીગ્નેશ કવિરાજ દ્વારા ગાવામાં આવેલ સોન્ગ “મધડો દારૂડૉ મહેકે છે” સુપરહિટ સાબિત થયું છે.
પ્રતિભાશાળી કલાકારો, એક આકર્ષક પ્લોટ અને લોકોને હસાવવા માટે બનેલી આ ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે. ‘તો ફિલ્મ ‘હાહાકાર’ નિહાળવા માટે આ જે જ સિનેમાઘરોમાં પહોંચી જાઓ.