અમદાવાદ: 14મી સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પ્રખ્યાત લેખક શ્રી હરીશ મહેતાના પુસ્તક “મેવરિક ઈફેક્ટ” ના ગુજરાતી વર્ઝનનું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી હરીશ મહેતા ધ મેવેરિક ઇફેક્ટ: ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ આઇટી રિવોલ્યુશનના લેખક, દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક અને નાસકોમ (NASSCOM)ના ફાઉન્ડિંગ ચેરમેન છે.
પુસ્તક વિમોચનના પ્રસંગે GESIA ના ચેરમેન & ડાયરેક્ટર શ્રી પ્રણવ પંડ્યા અને દેવ આઇટી લિમિટેડના કો- ફાઉન્ડર અને ચેરમેન તથા શ્રી જતીન ત્રિવેદી, સિનિયર પાર્ટનર, IP એડવાઈઝર અને વાય જે ત્રિવેદી એન્ડ કંપનીના એડવોકેટ, ફોર્મર પ્રેસિડેન્ટ, TiE અમદાવાદ એ વ્યકત્વય આપ્યું હતું. શ્રી હરીશ મહેતા સાથે ડો. સંજય ચૌધરી, પ્રોફેસર અને એસોસિયેટ ડીન, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ, અને અમદાવાદ યુનિવર્સિટી ખાતે એપ્લાઇડ સાયન્સ, ગુજરાતી લિટરેચર એક્સપોનન્ટની ફાયર-સાઈડ ચેટ યોજાઈ હતી. આ ઉપરાંત ઉપસ્થિત ઓડિયન્સ સાથે પણ વાર્તાલાપ યોજાયો હતો.

ભારતમાં આઈટી ક્ષેત્રના દિગ્ગ્જ શ્રી હરીશ મહેતા 1988 માં NASSCOM ની સહ-સ્થાપના દ્વારા ભારતમાં IT ઉદ્યોગને વેગ આપવા પાછળના પ્રેરક બળ તરીકે ઓળખાય છે. તેઓ NASSCOM ના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને NASSCOM ના પ્રમુખ પરિષદના કન્વીનર રહ્યા હતા. શ્રી હરિશ મહેતા 2022ની રાષ્ટ્રીય બેસ્ટસેલર ‘ધ મેવેરિક ઇફેક્ટ’ના એવોર્ડ વિનર લેખક પણ છે જેણે માસ્ટર સ્ટોરીટેલર તરીકેની તેમની પ્રતિષ્ઠાને મજબૂત કરી છે. તેમની આજ બુકનું ગુજરાતી રૂપાંતરણ થયું છે જેનું સુરત અને ત્યારબાદ અમદાવાદ ખાતે લોન્ચિંગ કરાયું હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમદાવાદના કોલેજ પ્રિન્સિપાલ, ફેકલ્ટીઝ, સ્ટુડેન્ટ્સ સહીત આઈટી ક્ષેત્રે સંકળાયેલા મોટાભાગના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
એક સમય એવો હતો કે જ્યારે ભારત “લેન્ડ ઓફ સ્નેક ચાર્મર્સ” કહેવાતું હતું અને આજે તે “ગ્લોબલ ટેક્નોલોજી હબ” બન્યું છે. ડેસ્ક પર ફાઈલોના ઢગલાવાળી ધૂળવાળી વસાહતી ઈમારતોની જગ્યાએ કમ્પ્યુટરથી ભરેલી બ્રાઇટ, કાચની ઓફિસો બની છે. લોકો નીડર અને આત્મનિર્ભર બન્યા છે. માત્ર 30 વર્ષના ટૂંકાગાળામાં ખૂબ પરિવર્તન આવ્યું છે.

આજ વાતનું અન્વેષણ શ્રી હરીશ મહેતાના પુસ્તક “ધ મેવરિક ઈફેક્ટ”માં કરવામાં આવ્યું છે. લેખક હરીશ મહેતા જણાવે છે કે, “આ પુસ્તક NASSCOM-ની આગેવાની હેઠળની ભારતીય IT ક્રાંતિની અસંખ્ય વાર્તા રજૂ કરે છે જે મેં NASSCOM ના સહ-સ્થાપક અને પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ તરીકે જોઈ હતી. આ પુસ્તકમાં ક્યારેય ના સાંભળેલી વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત NASSCOM લીડર્સના વણકહ્યા અનુભવો પણ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. ભારતના પરિવર્તનની વાર્તાઓ દરેક ભારતીય સુધી પહોંચવા લાયક છે, ત્યારે પુસ્તકમાં પ્રકાશિત કરાયેલ અનોખા મૂલ્યો અને લોકોના નેતૃત્વવાળી ફ્લાયવ્હીલ મીડિયા સહિત કોઈપણ ઉદ્યોગમાં લાગુ થઈ શકે છે.”