પેશન્ટ કેરમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે અગ્રણી એવી વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા તાજેતરમાં જ આધુનિક સુવિધાઓ સાથે ન્યુરો નેવિગેશન સિસ્ટમની શુરુઆત કરવામાં આવી હતી. વોકહાર્ટ હોસ્પિટલ્સ એ સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રથમ હોસ્પિટલ છે કે જે આ ટેક્નોલોજી સાથે આવી છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા એડવાન્સ ન્યૂરો નેવિગેશન સિસ્ટમ દ્વારા એક 8 વર્ષના બાળકની સફળ સર્જરી કરવામાં આવી, જે સૌરાષ્ટ્ર- કચ્છમાં આ પ્રકારની પ્રથમ સફળ સર્જરી રહી. કેસ અંગે વાત કરીયે તો એક 8 વર્ષના બાળકના મગજમાં ઘણો અસામાન્ય વિકાસ હતો, જેની સામાન્ય પદ્ધતિઓ દ્વારા સારવાર શક્ય ન હતી. આ બાળકને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. કાંત જોગાણી (સીનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન)ની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યો.
વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. કાંત જોગાણી (સીનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન) એ જણાવ્યું હતું કે, “અમે ઘણી સામાન્ય પ્રક્રિયાઓ દ્વારા બાળકની ઈજાઓની સારવાર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી કોઈ ફાયદો ન થયો. તેથી નેવિગેશન બાયોપ્સી કરવાનું નક્કી કરાયું. જો કે તેનો અસામાન્ય વિકાસ ઊંડી હતો અને મગજમાં મધ્ય ભાગ માં ફસાયેલ હતો.જે સામાન્ય મગજની પેશીઓ જેવી જ દેખાતી હતી. નેવિગેશન સિસ્ટમે અમને ગાંઠને આસપાસના પેશીઓથી ચોક્કસ રીતે અલગ કરીને તેને શોધવામાં મદદ કરી. જે 1 મીમીની અંદર સચોટ હતી, જેના કારણે ગાંઠ સુધી સુરક્ષિત રીતે પહોંચવું અને સેમપલ એકત્રિત કરવાનું શક્ય બન્યું.”
બાયોપ્સી પછી, બાળકને પરિણામોના આધારે યોગ્ય સારવાર મળી. નેવિગેશન સિસ્ટમે આ સફળ પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ન્યૂરો નેવિગેશન સિસ્ટમ પ્રી-ઓપરેટિવ એમઆરઆઈ અથવા સીટી સ્કેનને રીઅલ-ટાઇમ ઇન્ટ્રા-ઓપરેટિવ ડેટા સાથે એકત્રિત કરીને, સર્જનોને વિગતવાર 3D મપિંગ પ્રોસિજર દરમિયાન ચોક્કસ માર્ગદર્શન પ્રદાન કરીને કાર્ય કરે છે. મુખ્ય ફાયદાઓમાં તંદુરસ્ત પેશીઓ માટેના ઓછા જોખમો, સર્જરીનો ટૂંકો સમય, ઝડપી રિકવરી ટાઈમ અને ઈમ્પ્રુવ્ડ ઓવરઓલ સર્જિકલ આઉટકમ્સનો સમાવેશ થાય છે.
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ્સમાં ન્યુરો નેવિગેશન સિસ્ટમની શરૂઆત, સૌરાષ્ટ્રમાં ન્યુરોલોજીકલ કેરની પ્રગતિમાં એક મુખ્ય ક્ષણને ચિહ્નિત કરે છે, જે સામાન્ય રીતે મેટ્રો શેહેરની હોસ્પિટલોમાં જોવા મળતી અત્યાધુનિક તબીબી તકનીક હવે સૌરાષ્ટ્ર કચ્છમાં કાર્યરત છે.