ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સોથી જુનું અને અગ્રગણ્ય એસોસિએશન છે. ૧૦૦ સભ્યો સાથે આરંભાયેલ એસોસિયેશન માં આજે 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. 1979માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્લેક્ષ્પોઈન્ડિયા 2024મા 9મી આવૃત્તિની જાહેરાત કરતા ખુશી અનુભવે છે. પ્લેક્ષપોઈન્ડિયા વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર સમા ગુજરાત, પશ્ચિમ ભારતમાં પોલિમર અને પ્લાસ્ટિક ઉદ્યોગો માટે એક અગ્રગણ્ય ઇવેન્ટ છે.
પ્લેક્ષપોઈન્ડિયા 2024ની 9મી એડિશનની આજે રાજકોટની ફોર્ચ્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ હોટેલ ખાતે લોન્ચ કરવાની જાહેરાત કરતાં GSPMAને આનંદ થાય છે. આ કાર્યક્રમમાં 300 થી વધુ ઔદ્યોગિક માલિકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી રમેશભાઈ વીરજીભાઈ તીલારા (એમએલએ, રાજકોટ), ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી જગદીશભાઈ કોટડિયા (ચેરમેન, MSME સેલ, બીજેપી) તથા શ્રી ભરતભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉપરાંત, શ્રી ભરતભાઈ પટેલ (પ્રેસિડેન્ટ, GSPMA), શ્રી વ્રજલાલ વઘાસિયા (ચેરમેન,પ્લેક્ષપોઈન્ડિયા ), શ્રી શૈલેષ પટેલ (માનનીય સેક્રેટરી, પ્લેક્ષપોઈન્ડિયા), રમેશ ઠુમ્મર (કો- ચેરમેન,પ્લેક્ષપોઈન્ડિયા) તથા પંકજ જૈન (કો- ચેરમેન,પ્લેક્ષપોઈન્ડિયા) પણ હાજર રહ્યાં હતા.
આ પ્રદર્શન 25,000 ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન સ્પેનમાં ૫૦૦થી પ્રદર્શનકારીઓ પોતાની હાજરી દર્શાવશે. આગામી એક્ઝિબિશન 6ઠ્ઠી થી 9મી ડિસેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
પ્લેક્ષપોઈન્ડિયાએ પ્લાસ્ટિક ઉધોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપી ઉદ્યોગને સમર્થન અને જોડવા માટે અડગ પ્રતિબદ્ધતા સાથે તેની જર્ની ચાલુ રાખે છે. આ ઇવેન્ટમાં આજે મુખ્ય ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સે મજબૂત હાજરી આપી પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સોરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, તેમજ રાજકોટ કિચનવેર એસોસિયેશનના પ્રમુખોએ હાજર રહી પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન આપવા અને તેઓના સભ્યોની સક્રિય ભાગીદારીની ખાત્રી આપી હતી.
આગામી મહિનાઓમાં, પ્લેક્ષપોઈન્ડિયાને મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો અને શહેરોમાં વિઝીટર પ્રમોશન કરવામાં આવશે, જેમાં ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સ એક્સ્પોમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે. સર્જનાત્મકતા વધારવા, નવીનતાઓ પ્રદર્શિત કરવા અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં હાજરીને મજબૂત કરવાની આ એક આગવી તક છે.
પ્લેક્ષપોઈન્ડિયા આ એક પ્રદર્શનમાં જોડાવા અને તેમની તમામ નવીનતાઓ સાથે તેમની સર્જનાત્મકતા અને હાજરીને વધારવા માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લેયર્સનું સ્વાગત કરે છે.