મોટોરોલા ભારતમાં લોન્ચ કરે છે, પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વના પ્રથમ ટ્રુ કલર કેમેરા અને ડિસ્પ્લે સાથે મોટોરોલા એજ 50 પ્રો, જે મોટોએઆઈ દ્વારા સંચાલિત એઆઈ ફિચર્સ, 125 વોટના વાયર્ડ અને 50 વોટના વાયરલેસ ચાર્જીંગ, IP68 અન્ડરવોટર પ્રોટેક્શનથી સજ્જ છે. સૌથી રસપ્રદ વાત, તેની કિંમત શરૂ થાય છે માત્ર 27,999 રૂપિયાથી.

  • મોટોરોલા એજ 50 પ્રોનું ઇન્ડિયા લોન્ચિંગ પ્રોડક્ટ માટેની પ્રથમ વૈશ્વિક જાહેરાત છે.
  • મોટોરોલા એજ 50 પ્રો ટ્રુ-ટુ-લાઇફ કલર્સને કેપ્ચર કરવા માટે પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વનો પ્રથમ એઆઈ પાવર્ડ પ્રો ગ્રેડ કેમેરા ધરાવે છે.
  • ફોનનો કેમેરા ઓટો ફોકસ સાથે સેગમેન્ટના સર્વોચ્ચ 50 એમપી સેલ્ફી કેમેરા, OIS અને 30X હાઇબ્રિડ ઝૂમ તથા OIS સાથે સેગમેન્ટના સૌથી વિસ્તીર્ણ (વાઇડેસ્ટ) એપર્ચર (f/1.4) પ્રાઇમરી 50 એમપી 2um કેમેરાથી પણ સજ્જ છે.
  • મોટોરોલા એજ 50 પ્રો આ ઉપરાંત 144Hz રિફ્રેશ રેટ, 10 બિટ HDR10+ અને 2000 નીટ્સની પિક બ્રાઇટનેસ સાથે વિશ્વનો પ્રથમ 1.5K ટ્રુ કલર પેન્ટોન દ્વારા માન્ય 3ડી કર્વ્ડ ડિસ્પ્લે ફોન છે.
  • મોટોરોલા એજ 50 પ્રો મેટલ ફ્રેમ્સ સાથે સિલિકોન વિગન લેધર ફિનિશમાં આકર્ષક ડિઝાઈન ધરાવે છે અને આ ઉપરાંત મૂનલાઇટ પર્લ ફિનિશમાં વિશ્વની પ્રથમ હેન્ડમેડ ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. સાથે જ IP68 અન્ડરવોટર પ્રોટેક્શન તેનું વધુ એક આગવું લક્ષણ છે.
  • મોટોરોલા એજ 50 પ્રોમાં એઆઈ જનરેટિવ થીમિંગ, એઆઈ ફોટો ઇન્હેન્સમેન્ટ એન્જીન, એઆઈ એડપ્ટિવ સ્ટેબિલાઇઝેશન સહિતનાં મોટો એઆઈ સાથે રોમાંચક એઆઈ ઇનેબલ્ડ ફિચર્સ મોજૂદ છે.
  • સ્માર્ટફોન સ્નેપડ્રેગન® જેન 3 દ્વારા સંચાલિત છે, જે મોટોરોલા એજ 50 પ્રોમાં એઆઈના સક્રિય અનુભવને સપોર્ટ કરે છે અને પાવરહાઉસ પર્ફોર્મન્સ આપે છે.
  • સાથે જ તે સેગમેન્ટના પ્રથમ અને ઓન્લી ટર્બોપાવર™ 50 વોટના વાયરલેસ ચાર્જીંગ સાથે 125 વોટના ટર્બોપાવર™ ચાર્જીંગ અને 10 વોટના રિવર્સ પાવર શેરિંગ સાથે ઉપલબ્ધ છે.
  • મોટોરોલા એજ 50 પ્રોનું વેચાણ માત્ર 27,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ફ્લિપકાર્ટ, Motorola.in અને દેશભરના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર મર્યાદિત સમયની પ્રારંભિક ઓફર સાથે નવમી એપ્રિલ, 2024થી કરવામાં આવશે.

3 એપ્રિલ, 2024: દેશની શ્રેષ્ઠતમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલાએ આજે તેના નવા પ્રિમીયમ સ્માર્ટફોન – મોટોરોલા એજ 50 પ્રોનું વૈશ્વિક લોન્ચિંગ ભારતમાં યોજ્યું હતું. આ સ્માર્ટફોન ઇન્ટેલિજન્સ અને આર્ટનો સુભગ સમન્વય ધરાવે છે અને તે પ્રિમીયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં તરખાટ મચાવવાનાં તમામ તત્વો તેમાં મોજૂદ છે. સ્માર્ટફોનમાં પેન્ટોન1 દ્વારા માન્યતાપ્રાપ્ત હ્યુમન સ્કીન ટોનની વિશાળ રેન્જ અને ટ્રુ કલર્સ સાથે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર એઆઈ પાવર્ડ પ્રો-ગ્રેડ કેમેરા તેમજ પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ટ્રુ કલર ડિસ્પ્લે મોજૂદ છે. મોટોરોલા એજ 50 પ્રો આ ઉપરાંત સુંદર ડિઝાઇન ધરાવે છે તેમજ તેના પાછળના ભાગમાં વિશ્વની પ્રથમ મૂનલાઇટ પર્લ ફિનિશની ઇટાલીની હાથ બનાવટની ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત તે જનરેટિવ એઆઈ ફિચર્સ ઓફર કરતા શક્તિશાળી સ્નેપડ્રેગન® 7 જેન 3 પ્રોસેસર સહિત તીવ્રગતિ ધરાવતા 125W ટર્બોપાવરચાર્જીંગ, 50W વાયરલેસ ચાર્જીંગ, IP682 અન્ડરવોટર પ્રોટેક્શન તથા 256GB સ્ટોરેજ સાથે 12GB RAMમાં ઉપલબ્ધ છે.

પ્રોટોન દ્વારા માન્યતાપ્રાપ્ત ટ્રુ કલર આઉટપુટ ધરાવતા વિશ્વના પ્રથમ એઆઈ પાવર્ડ પ્રો-ગ્રેડ કેમેરાથી સજ્જ, મોટોરોલા એજ 50 પ્રોમાં અત્યાધુનિકતા ભરપૂર પ્રમાણમાં છે, જે રોજ-બરોજની ક્ષણોને સુંદર રીતે ઝીલી લીધેલી યાદોમાં રૂપાંતરિત કરે છે. વાસ્તવિક વિશ્વના પેન્ટોન રંગોની સમગ્ર શ્રેણીને અનુસરીને કેમેરા પેન્ટોનના ઇવેલ્યુએશન અને ગ્રેડિંગના માપદંડને સંતોષે છે. વધુમાં, પેન્ટોન સ્કીનટોન™નું વેલિડેશન કેમેરા માનવ સ્કીન ટોનના વ્યાપક વૈવિધ્યને રજૂ કરતાં પરિણામો ઝીલવાની ખાતરી આપે છે.

મોટોરોલા એજ 50 પ્રોની અત્યાધુનિક કેમેરા સિસ્ટમ ફોટો અને વિડિયો, બંનેમાં અદ્ભૂત પર્ફોર્મન્સ આપવા માટે મોટો એઆઈના પાવરનો ઉપયોગ કરે છે. નવું એઆઈ ફોટો ઇન્હેન્સમેન્ટ એન્જીન પ્રત્યેક શોટ સાથે પરફેક્ટ ફોટો લેવાનું કામ સરળ બનાવી દે છે. એ માટે કોઈ વ્યાવસાયિક નિપુણતાની આવશ્યકતા નથી. સર્વોચ્ચ ગુણવત્તા આપવા માટે તે એક કરતાં વધુ શૂટિંગ મોડ્ઝમાંથી સેટિંગ્ઝને એક સાથે એપ્લાય કરવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. એન્જીન મહત્તમ વિગત, સ્પષ્ટતા, પડછાયા, રંગો, વગેરે સાથે તસવીરને સંબદ્ધ કરવા માટે એઆઈની મદદ લે છે.

યુઝર્સ વિડિયો દ્વારા ક્ષણોને કેમેરામાં કેદ કરવા માગતા હોય, તો સંખ્યાબંધ નવાં ફિચર્સ આ કામ અગાઉ કદીયે નહોતું, એટલું સહેલું બનાવી દે છે. આ ફિચર્સ આ પ્રમાણે છેઃ

  • એઆઈ એડપ્ટિવ સ્ટેબિલાઇઝેશ જે ફિલ્મિંગ કરવા દરમિયાન ગતિવિધિની ઝડપ નક્કી કરવા માટે એઆઈનો ઉપયોગ કરે છે અને શ્રેષ્ઠ પરિણામ માટે સ્ટેબિલાઇઝેશન (સ્થિરતા)નું સ્તર એડજસ્ટ કરે છે.
  • ઇન્ટેલિજન્ટ ઓટો ફોકસ ટ્રેકિંગ, જે સબ્જેક્ટ ફ્રેમમાં ગતિ કરતો હોવા છતાં તેને ફોકસમાં રાખવા માટે એઆઈની મદદ લઈને શાર્પ અને ક્લિયર વિડિયો પૂરા પાડે છે.

વળી, મોટોરોલા એજ 50 પ્રો સાથે મોટોરોલા સ્ટાઇલ સિન્ક ફિચર લોન્ચ કરી રહ્યું છે, જે યુઝર્સના પોષાકના આધારે ચાર વોલપેપરના વિકલ્પો ઊભા કરવા માટે જનરેટિવ એઆઈનો ઉપયોગ કરે છે, જેથી યુઝર્સ તેમની પર્સનલ સ્ટાઇલ અનુસાર તેમના ફોનને મેચ કરી શકે. વિવિધ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરીને યુઝર્સ તેમના વોલપેપરમાં તે એપ્લાય કરી શકે છે.

એક-એકથી ચઢિયાતા આવા અસંખ્ય ફિચર્સથી મોજૂદ આ સ્માર્ટફોન f/1.4 સાથે 50એમપીનો મેઇન કેમેરા ધરાવે છે, જે સ્માર્ટફોનમાં મોજૂદ સૌથી વ્યાપક (વાઇડેસ્ટ) એપર્ચર છે અને તે નેચરલ સોફ્ટ-ફોકસ બેકગ્રાઉન્ડ્ઝ તથા ઝાંખા પ્રકાશમાં બહેતર પર્ફોર્મન્સ માટે 64 ટકા વધુ પ્રકાશ લાવે છે. કેમેરા સિસ્ટમ કોઈપણ સ્થિતિમાં ચોકસાઈપૂર્ણ અને ઝડપી પર્ફોર્મન્સ માટે 32x વધુ ફોકસિંગ પિક્સલ્સ સાથે ઇન્સ્ટન્ટ ઓલ-પિક્સલ ફોકસ ધરાવે છે અને ઓઆઈએસ એકદમ સ્પષ્ટ ફોટો મેળવી શકાય, એ માટે બિનજરૂરી હલન-ચલનને હટાવી દે છે. મોટોરોલા એજ 50 પ્રો તેની 4K HDR10+ રેકોર્ડિંગ ક્ષમતાને કારણે સમૃદ્ધ વિગતો સાથે રંગોના અસંખ્ય શેડ્ઝને કેપ્ચર કરે છે. રિયર કેમેરા દ્રશ્યોની વ્યાપક શ્રેણીને ચોકસાઇન અને સ્પષ્ટતા સાથે કેદ કરવા માટે 3X ઓપ્ટિકલ અને 30X હાઇબ્રિડ ઝૂમના આઈઓએસ સાથે 10MP ટેલિફોન કેમેરા તથા 13MP અલ્ટ્રાવાઇડ + મેક્રો વિઝન સેન્સર જેવાં ફિચર્સથી સમૃદ્ધ છે. વધુમાં, ફ્રન્ટ કેમેરા પણ 50MP સેન્સર ધરાવે છે, જે આ શ્રેણીમાં સેગમેન્ટનું સૌથી વધુ રિઝોલ્યુશન છે અને સાથે જ તે ક્વોડ પિક્સલ ટેકનોલોજીથી સજ્જ છે, જે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા માટે પ્રત્યેક ચાર પિક્સલને એકમાં સાંકળે છે.

મોટોરોલા એજ 50 પ્રો લગભગ બોર્ડરલેસ 6.7″ 1.5K સુપર HD (1220p) pOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે ઓછા પિક્સલેશન તથા ચોકસાઈપૂર્વકની વિગત સાથે જીવંત તસવીરો તૈયાર કરે છે અને અગાઉની જનરેશન કરતાં 13 ટકા બહેતર રિઝોલ્યુશન આપે છે. તે સ્માર્ટફોન પર વિશ્વનું પ્રથમ તથા એકમાત્ર ટ્રુ કલર – પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત ડિસ્પ્લે છે, જેમાં યુઝર્સ કન્ટેન્ટ ક્રિએટર ઇચ્છે એ પ્રમાણે કલર અને સ્કીન ટોનને જોઈ શકે છે. અદ્‌ભુત ડિસ્પ્લે માની ન શકાય, એટલો ઝડપી 144Hz રિફ્રેશ રેટ ધરાવે છે, જે સ્ક્રીન પરના કન્ટેન્ટના પ્રકારના આધારે ઓટોમેટિકલી એડજસ્ટ થાય છે. યુઝર્સ લો લેટન્સી 360Hz ટચ રેટ સાથે ઝડપી રિસ્પોન્સિવનેસ (પ્રતિસાદ આપવાના સમય)નો પણ અનુભવ કરી શકે છે. આ તમામ સાથે સર્વોચ્ચ બ્રાઇટનેસ 2000 નિટ્સ છે. મોટોરોલા એજ 50 પ્રો કર્વ્ડ, ધાર વગરની ડિસ્પ્લે ધરાવે છે, જે વર્ચ્યુઅલી કિનારી ધરાવતી નથી અને સામંજસ્યને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

તેના સપ્રમાણ વળાંકો ડિઝાઇનના એકે-એક તત્ત્વ અનુસાર વળે છે અને હાથની રૂપરેખા સાથે એકદમ ફિટ બેસે છે અને તે હાથમાં હોવાની સહજતાભરી લાગણી જન્માવે છે. સ્માર્ટફોન વિવિધ રંગોના વિકલ્પો અને બે ફિનિશ ધરાવે છેઃ લક્ઝ લવેન્ડર અને બ્લેક બ્યૂટી તથા મૂનલાઇટ પર્લ ફિનિશમાં વિશ્વની પ્રથમ હાથ બનાવટની ડિઝાઇન. મોટોરોલા એજ 50 પ્રો ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવેલી એલ્યુમીનીયમ ફ્રેમ, મજબૂત ગ્લાસ અને IP68 અન્ડરવોટર પ્રોટેક્શન સાથે ટકાઉપણાની ખાતરી આપે છે અને આથી જ આ ડિવાઇસ આકર્ષક હોવાની સાથે મજબૂત પણ છે.

લોન્ચિંગ પ્રસંગે મોટોરોલા ઇન્ડિયાના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ટી. એમ. નરસિમ્હને જણાવ્યું હતું, “જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, એ મોટોરોલા એજ 50 પ્રોનું ભારતમાં વૈશ્વિક લોન્ચિંગ કરતાં અમે રોમાંચની લાગણી અનુભવી રહ્યાં છીએ. મોટોરોલા હાર્ડવેરમાં પ્રગતિથી આગળ વધતી અર્થપૂર્ણ પહેલ માટે કટિબદ્ધ છે, જેને પગલે અમે એઆઈ ટેકનોલોજીને અનોખી ડિઝાઇનનાં તત્ત્વો સાથે એકત્રિત કરવા ક્ષેત્રે કાર્યરત છીએ. મોટોરોલા એજ 50 પ્રો સાથે અમે નેટિવ એઆઈ ફિચર્સ રજૂ કરી રહ્યાં છીએ, જે – ગ્રાહકો નરી આંખે દ્રશ્યો જોતાં હોય, આબેહૂબ તેવાં જ દ્રશ્યોને ઝીલી લેવા માટે વિશ્વના પ્રથમ પેન્ટોન દ્વારા માન્યતાપ્રાપ્ત ડિસ્પ્લે અને કેમેરા ધરાવે છે. આ ઇનોવેશન્સ ઉદ્યોગમાં નવાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કરવા માટે સજ્જ છે, સર્જનશીલતા તરફ પ્રેરે છે અને યુઝર્સને તેમની અંદર રહેલી સંભવિતતાઓને ઉજાગર કરવા માટે સક્ષમ બનાવે છે. સ્પર્ધાત્મક કિંમતે અસાધારણ ફિચર્સ ઓફર કરીને ટેકનોલોજીને તમામ લોકો સુધી પહોંચાડવાના અમારા મિશનને અનુલક્ષીને અમે સ્માર્ટફોનના અનુભવને પુનઃ સ્પષ્ટીકૃત કરવા માટે ઉત્સુક છીએ.”

500mAhની શક્તિશાળી બેટરી દિવસો સુધી અવિરતપણે પાવર પૂરો પાડે છે અને તીવ્ર સ્પીડ ધરાવતા, અત્યાર સુધીના સૌથી ઝડપી સૌથી ઝડપી ટર્બોપાવર™ ચાર્જીંગ – 125W ટર્બોપાવર™ ચાર્જીંગ સાથે ઝડપથી ચાર્જ થઈ જાય છે. સાથે જ ડિવાઇસ ટર્બોપાવર™ 50 વોટનું વાયરલેસ ચાર્જીંગ પણ ધરાવે છે, જે આ સેગમેન્ટનું સૌથી ઊંચું ચાર્જીંગ છે અને તે કોર્ડ્ઝ અને કેબલ્સની પળોજણમાંથી મુક્ત આપે છે.

વધુમાં, મોટોરોલા એજ 50 પ્રો તેના સેગમેન્ટમાં પર્ફોર્મન્સનાં તમામ સીમાચિહ્નોને પાછળ છોડી દે છે. તે સ્નેપડ્રેગન® 7 જેન 3 પ્રોસેસરથી સંચાલિત છે. તેનું એક્સેલરેટેડ કાયરો CPU સુધારાયુક્ત કાર્યક્ષમતા અને ઝડપી મલ્ટિટાસ્કિંગ માટે 2.63GHz સુધીની સ્પીડ પૂરી પાડે છે. વળી, તે 15 ટકા બહેતર CPU પર્ફોર્મન્સ, 50% બહેતર GPU પર્ફોર્મન્સ અને 20% વધુ પાવર સેવિંગ5 ધરાવે છે. આ ઉપરાંત યુઝર્સ Wi-Fi 6E માટે સપોર્ટ સાથે ઝડપી કનેક્શન્સનો લાભ પણ મેળવી શકે છે. વળી, મોટોરોલા એજ 50 પ્રો 12GB સુધીની RAM અને 256GB સ્ટોરેજ સાથે નિર્વિઘ્ને કામ કરે છે, જેથી ફોટો, મૂવીઝ, સોંગ્ઝ, એપ્સ અને ગેમ્સના સ્ટોરેજ માટે ભરપૂર અવકાશ રહે છે. એપના ઝડપી રિસ્પોન્સ માટે જ્યારે પણ વધુ સ્પીડની જરૂર પડે, ત્યારે RAM બૂસ્ટ પ્રાપ્ય સ્ટોરેજને કામચલાઉ ધોરણે વર્ચ્યુઅલ RAMમાં રૂપાંતરિત કરી દે છે.

મોટોરોલા એજ 50 પ્રો કેવળ અત્યાધુનિક ફોન ન બની રહેતાં તે સાતત્યપૂર્ણતા અને ઇકોફ્રેન્ડલી પેકેજીંગ તથા ડિઝાઇનની સીમાઓને પણ વિસ્તારે છે. એડિશનલ કેમેરા તેમ જ સોફ્ટવેર ફિચર્સની સાથે તે યુઝર્સના સ્માર્ટફોન એક્સપિરીયન્સને વધારે છે. તેનો નવો હેલો યુઆઈ વધુ પર્સનલાઇઝ્ડ છે અને તે તમામ મોટો એપ્સને એક સ્થળે આવરી લે છે અને સાથે જ તે ચાર વર્ષની સિક્યોરિટી અપડેટ્સ તથા 3 OS અપગ્રેડ્સ સાથે લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 ધરાવે છે.

ઉપલબ્ધતાઃ

મોટોરોલા એજ 50 પ્રો ત્રણ અત્યંત આકર્ષક પેન્ટોનTM ક્યુરેટેડ કલર વેરિયન્ટ્સ – સિલિકોન વિગન લેધર ફિનિશમાં બ્લેક બ્યુટી અને લક્ઝ લવેન્ડર તથા એસટેટ ફિનિશમાં મૂન લાઇટ પર્લમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોનના વેચાણનો નવમી એપ્રિલ, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી ફ્લિપકાર્ટ, Motorola.in તથા રિલાયન્સ ડિજીટલ સહિતના અગ્રણી રિટેલ સ્ટોર્સ પરથી પ્રારંભ થશે.

આ ઉપરાંત ફ્લિપકાર્ટ આઠમી એપ્રિલ, 2024ના રોજ સાંજે સાત વાગ્યા દરમિયાન મર્યાદિત સંખ્યામાં હેન્ડમેડ મૂન લાઇટ પર્લ ફિનિશ ડિઝાઇનના વેચાણ માટે ઝીરો અવર સેલ્સ – એક્સ્ક્લુઝિવ અર્લી એક્સેસ પણ રજૂ કરશે.

લોન્ચ પ્રાઇસ:

8GB RAM +256GB સ્ટોરેજ વેરિયન્ટ (બોક્સમાં 68Wના ચાર્જર સાથે) ની કિંમત: 31,999 રૂપિયા

12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટ (બોક્સમાં 125Wના ચાર્જર સાથે) કિંમત: 35,999 રૂપિયા

ઓફર્સઃ

ડિવાઇસ ખરીદવા માટે વપરાશકર્તાઓ નીચેની બે ઓફર્સનો લાભ લઈ શકે છે, જેને પગલે પ્રોડક્ટની પ્રારંભિક કિંમત છે 27,999 રૂપિયા (8GB+256GB માટે) અને 31,999 રૂપિયા (12GB+256GB માટે)

  • એક્સ્ચેન્જ વેલ્યૂ પર 2,000 રૂપિયાનું વધારાનું બમ્પ-અપ

જેને પગલે પ્રોડક્ટની પ્રારંભિક કિંમત છે 29,999 રૂપિયા (8GB+256GB માટે) અને 33,999 રૂપિયા (12GB+256GB માટે)

અથવા

  • HDFC બેંક કાર્ડ્ઝ પર 2,250 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ
    1. HDFC બેંક ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ – EMI ટ્રાન્ઝેક્શન્સ પર 2,250 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

જેને પગલે પ્રોડક્ટની પ્રારંભિક કિંમત છે 29,749 રૂપિયા (8GB+256GB માટે) તથા 33,749 રૂપિયા (12GB+256GB માટે)

HDFC બેંક ક્રેડિટ કાર્ડ – ફુલ સ્વાઇપ ટ્રાન્ઝેક્શન્સ પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ

જેને પગલે પ્રોડક્ટની પ્રારંભિક કિંમત છે 29,999 રૂપિયા (8GB+256GB માટે) અને Rs 33,999 (2GB+256GB રૂપિયા)

સ્પેશ્યલ ઇન્ટ્રોડક્ટરી ઓફર (મર્યાદિત સમય માટે)

ગ્રાહકો 2,000 રૂપિયાના વધારાના ડિસ્કાઉન્ટની સ્પેશ્યલ ઇન્ટ્રોડક્ટરી ઓફર (ખાસ પ્રારંભિક ઓફર)નો લાભ મર્યાદિત સમય માટે જ મેળવી શકશે. આને પગલે પ્રોડક્ટની કિંમત 27,999 રૂપિયા (8GB+256GB માટે) અને 31,999 રૂપિયા (12GB+256GB માટે) થશે.

આ ઉપરાંત ગ્રાહકો HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્ઝ પર નવ મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઈનો લાભ પણ ઊઠાવી શકે છે, જેને પગલે પ્રોડક્ટની પ્રારંભિક કિંમત થાય છે માત્ર 3,084 રૂપિયા/ પ્રતિ માસ.

તમામ ઓફર્સ સાથેની કિંમત

8GB+256GB વેરિયન્ટ (બોક્સમાં 68W ચાર્જર સાથે) માટે: 27,999 રૂપિયા (2000 રૂપિયા ઇન્ટ્રોડક્ટરી + બેંક/એક્સ્ચેન્જ ઓફર સહિત)

12GB+256GB વેરિયન્ટ (બોક્સમાં 25W ચાર્જર સાથે) માટે: 31,999 રૂપિયા (2000 રૂપિયા ઇન્ટ્રોડક્ટરી + બેંક/એક્સ્ચેન્જ ઓફર સહિત)

પ્રોડક્ટ વિશે વધુ જાણકારી મેળવવા મુલાકાત લોઃ

ફ્લિપકાર્ટ-  https://www.flipkart.com/moto-edge-50-pro-coming-soon-store

મોટોરોલા વેબસાઇટ – <awaited>

ઓપરેટર ઓફર્સ:

ગ્રાહકો રિલાયન્સ જીયોમાંથી 15,000 રૂપિયાના મૂલ્યના ઉમેરારૂપ લાભ મેળવી શકે છે.

  • 699 રૂપિયાના જીયો પ્લસ પ્લાન પર 3,564 રૂપિયા (99 રૂપિયા x 36 મહિના)નું કેશબેક, સાથે મળે છે
  • 3,600 રૂપિયા (10GB પ્રતિ માસ X 36) ના મૂલ્યનો એડિશનલ ડેટા
  • અજીયો, ટ્રાવેલ ઇએમટી, ગ્રોફિટર, વગેરે જેવી 8,500 રૂપિયાના મૂલ્યની એડિશનલ પાર્ટનર ઓફર

ઓફર વિશે વધુ જાણકારી મેળવવા:

લિગલ ડિસ્ક્લેઇમર્સ

  • શરતો અને નિયમો લાગુ. મર્યાદિત સમયની સ્પેશ્યલ પ્રારંભિક કિંમત સહિત. ફેરફારને આધીન

ચોક્કસ ફિચર્સ, કામગીરી અને પ્રોડક્ટની અમુક વિગતો નેટવર્ક પર આધારિત હોઈ શકે છે અને તે ઉમેરારૂપ શરતો, નિયમો તથા ચાર્જીસને આધીન હોઈ શકે છે. એ તમામ નોટિસ વિના ફેરફારને આધીન છે. મોટોરોલા અને સ્ટાઇલાઇઝ્ડ એમ લોગો મોટોરોલા ટ્રેડમાર્ક હોલ્ડિંગ્ઝ, એલએલસીનાં રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે. LENOVO એ લિનોવોનો ટ્રેડમાર્ક છે. ડોલ્બી એન્ડ ડોલ્બી એટમોસ એ ડોલ્બી રેબોરેટરીઝ લાઇસન્સિંગ કોર્પોરેશનના રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ છે. સ્નેપડ્રેગન એ ક્વોલકોમ ઇન્કોર્પોરેટેડનો રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. સ્નેપડ્રેગન એ ક્વોલકોમ ટેકનોલોજીઝ ઇન્કોર્પોરેશન અથવા તો તેની પેટાકંપનીઓની પ્રોડક્ટ છે. બ્લુટૂથ એ બ્લુટૂથ સ્પેશ્યલ ઇન્ટરેસ્ટ ગ્રૂપ (એસઆઈજી)નો ટ્રેડમાર્ક છે. PANTONE® જનરેટેડ કલર્સનો પેન્ટોન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડો સાથે મેળ ન ખાય, એ સંભવ છે. ચોક્કસ કલર માટે વર્તમાન પેન્ટોન પબ્લિકેશન્સી સલાહ મેળવવી. PANTONE® તથા અન્ય પેન્ટોન ટ્રેડમાર્ક્સ પેન્ટોન LLC. © Pantone LLC, 2024ની મિલકત છે. અન્ય તમામ ટ્રેડમાર્ક્સ તેમના સંબંધિત માલિકોની પ્રોપર્ટી છે. ©2024 Motorola Mobility LLC. તમામ હક્કો આરક્ષિત.

  1. પેન્ટોન એ પેન્ટોન મેચિંગ સિસ્ટમ (પીએમએસ) કલર પરની વૈશ્વિક ઓથોરિટી છે અને પેન્ટોન સ્કીનટોન કલર્સની સર્જક છે.
  2. નિયંત્રિત લેબેરેટરીની સ્થિતિમાં પાણી, છાલક તથા ધૂળ-રજ સામે પ્રતિરોધનું IP68 માપદંડો હેઠળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 1.5 મીટર તાજા પાણીમાં 30 મિનિટ સુધી ડૂબી રહેવા માટે સક્ષમ. આ રેટિંગ ઉપરાંતની વિપરિત સ્થિતિઓ વોરન્ટીમાં સમાવિષ્ટ નથી. નોર્મલ વેઅરના પરિણામે પ્રતિકાર ઘટશે. પાણીમાં ડૂબેલા હોવાની સ્થિતિમાં કામ કરવા સક્ષમ નહીં. દબાણ ધરાવતા પાણીમાં કે તાજા પાણી સિવાયના અન્ય પ્રવાહીમાં પ્રોડક્ટને ડૂબાડવી નહીં. ભીના ફોનને ચાર્જ કરવાનો પ્રયાસ કરવો નહીં. વોટરપ્રૂફ નથી.
  3. f/1.8 લેન્સ સાથે તુલના.
  4. ઓપરેટિંગ સિસ્ટમ, સોફ્ટવેર તથા અન્ય ફંક્શન્સ મેમરીની ક્ષમતાનો ઉપયોગ કરતાં હોવાથી ઉપલબ્ધ યુઝર સ્ટોરેજ અને ઇન્ટર્નલ મેમરી ઓછાં હોય છે, સોફ્ટવેર અપડેટ્સ સાથે તેમાં ફેરફાર થઈ શકે છે.
  5. અગાઉની જનરેશનના સ્નેપડ્રેગન® 7 જેન 1 મોબાઇલ પ્લેટફોર્મ સાથે તુલના.

Detailed Marketing Specifications

Devicemotorola edge 50 pro
Operating SystemHello UI based on Android™ 14 (3 Years OS Upgrade / 4 Years of SMRs)
System Architecture / ProcessorSnapdragon® 7 Gen 3 Mobile Platform
Memory (RAM)8GB / 12 GB LPDDR4X
Storage (ROM)256 GB built-in
UFS 2.2
Dimensions161.23 x 72.4 x 8.19mm
Weight186 g
Display6.7″ 1.5K display
World’s 1st True Color Pantone Validated display in any smartphone
Display ResolutionSuper HD (2712 x 1220 | 1.5K)
446ppi
Display Screen-to-body ratioActive Area-Touch Panel (AA-TP): 90.75%
Display technologypOLED
HDR10+
10-bit; Over a billion shades of color
100% DCI-P3 color space
144Hz refresh rate
Touch rate: 360Hz (gaming mode)
DC Dimming
LTPS
Peak Brightness: 2000 nits
Display certificationsHDR10+
Amazon HD streaming
Netflix HD streaming
SGS Low Blue Light
SGS Low Motion Blur
Pantone Display Color Calibration
Battery4500mAh
Charging125W TurboPower™ charging **
Up to 50W* wireless charging
10W wireless power sharing
Water ProtectionIP68
BodyFrame: Sandblasted aluminum
Rear: Silicone Vegan Leather (for Blue and Black color).
Also comes in World’s 1st Handmade design inMoon Light Pearl TPU finish
Bands15 5G Band Support5G: n1/2/3/5/7/8/20/26/28/38/40/41/66/77/78
4G: B1/2/3/4/5/7/8/12/13/17/18/19/20/26/28/32/38/39/40/41/42/43/48/66
3G: B1/2/4/5/8
2G: B2/3/5/8
Rear Main Camera50MP
1/1.3″ optical format
f/1.4 aperture (widest aperture in the segment)
1.0μm pixel size | Quad Pixel Technology for 2.0μm
Omni-directional PDAF
Optical Image Stabilization (OIS)
Rear Secondary Camera13MP Ultrawide angle (120° FOV)
Macro Vision
f/2.2 aperture
1.12μm pixel size
Autofocus
Rear Telephoto Camera10MP Telephoto Lens with Samsung sensor
3x Optical Zoom
30X Hybrid zoom
f/2.0 aperture
1.0μm pixel size
Autofocus
Optical Image Stabilization (OIS)
Rear CameraLaser autofocus (time-of-flight);
3-in-1 Sensor (exposure, auto white balance, flicker)
Video CaptureRear Main Camera: 
4K UHD (30fps), FHD (60/30fps)
4K UHD HDR10+ (30fps), FHD HDR10+ (30fps w/ EIS)
Slow motion: FHD (240/120fps)

Rear Ultra-wide/Macro Camera:
4K UHD (30fps), FHD (30fps)

Rear Telephoto Camera:
4K UHD (30fps), FHD (60/30fps)
Front Camera50MP
f/1.9 aperture with Samsung sensor
0.64μm pixel size | Quad Pixel Technology for 1.28μm
Autofocus
Rear Camera SoftwareShooting modes:
Portrait (24mm/35mm/50mm/85mm)
Macro
Long Exposure
Timelapse
Dual Capture
Ultra-Res
Night Vision
Tilt-Shift
Pro
Scan (powered by Adobe Scan)
360° Panorama

Artificial intelligence:
Photo Enhancement Engine
Auto Smile Capture
Gesture Capture
Google Lens™ integration
Shot Optimization
Smart High Resolution
Style Sync

Other features:
Google Photos Auto Enhance
Pantone Validated™ color & Pantone Skintone™ Validated
Super Resolution Zoom
Hybrid Zoom: 30x
Burst Shot
Timer
Assistive Grid
Leveler
Metering Mode
Watermark
Live Filters
Selfie Photo Mirror
Selfie Stick Support
RAW Photo Output
QR/Barcode Scanner
Quick Capture (twist-twist)
Front camera softwareShooting modes:
Portrait (w/ Group Selfie & Smart Adjustments)
Photo Booth
Pro
Dual Capture
Spot Color

Artificial intelligence:
Photo Enhancement Engine
Auto Smile Capture
Gesture Capture
Google Photos Auto Enhance

Other features:
Burst Shot
Timer
Assistive Grid
Leveler
Metering Mode
Watermark
Live Filters
Selfie Photo Mirror
Selfie Stick Support
RAW Photo Output
HDR
Quick Capture (twist-twist)
SIM CardDual SIM (pSIM + pSIM)
ConnectivityUSB Type-C port (USB 3.1)
DisplayPort 1.4
Bluetooth TechnologyBluetooth® 5.4
Wi-FiWi-Fi 802.11 a/b/g/n/ac/ax
2.4 GHz | 5 GHz | 6GHz
Wi-Fi 6E
Wi-Fi hotspot
SpeakersDual stereo speakers
Tuning by Dolby Atmos™

Spatial Sound by Motorola
Microphones2 microphones
NFCYes
Location ServicesGPS
AGPS
LTEPP
SUPL
Glonass
Galileo
Navic
SensorsProximity
3-in-1 sensor (exposure, auto white balance, flicker)
Time of Flight
Accelerometer
Gyroscope
SAR sensor
Magnetometer (compass)
SensorsProximity
3-in-1 sensor (exposure, auto white balance, flicker)
Time of Flight
Accelerometer
Gyroscope
SAR sensor
Magnetometer (compass)
In-box accessories125W TurboPower™ charger (for 12GB+256GB variant). Also comes with 68W TurboPower™ charger (for 8GB+256GB variant)
USB Type-C to USB Type-C cable
Guides
SIM tool
Protective case
Protective film
SecurityOn-screen fingerprint reader
Face unlock
ThinkShield®
Moto Secure
ColorsBlack Beauty
Luxe Lavender
Moonlight Pearl

About Lenovo &Motorola

Lenovo is a US$62 billion revenue global technology powerhouse, ranked #217 in the Fortune Global 500, employing 77,000 people around the world, and serving millions of customers every day in 180 markets. Focused on a bold vision to deliver Smarter Technology for All, Lenovo has built on its success as the world’s largest PC company by further expanding into growth areas that fuel the advancement of ‘New IT’ technologies (client, edge, cloud, network, and intelligence) including server, storage, mobile, software, solutions, and services. This transformation together with Lenovo’s world-changing innovation is building a more inclusive, trustworthy, and smarter future for everyone, everywhere. Lenovo is listed on the Hong Kong stock exchange under Lenovo Group Limited (HKSE: 992)(ADR: LNVGY). Motorola Mobility LLC was acquired by Lenovo Group Holdings in 2014. Motorola Mobility is a wholly owned subsidiary of Lenovo and is responsible for designing and manufacturing all Moto and Motorola branded mobile handsets and solutions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *