ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું

Ahmedabad:

ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટ 31 વર્ષથી ગુજરાતી અને બંગાળી લોકો એકસાથે મળીને વસંત પંચમીના પાવન પર્વે નિમિત્તે સરસ્વતી પૂજાનું આયોજન કરતું આવ્યું છે. આ પ્રકારના કાર્યક્રમ ખાસ કરીને સમાજના લોકો માટે કરવામાં આવે છે કે જેથી સમાજના લોકો એકસાથે આવે અને સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. સૌ કોઈ સાથે મળીને સરસ્વતી દેવીની પૂજા કરે છે. આ ખાસ સરસ્વતી પૂજાનું આયોજન અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.

ગ્રેટર અમદાવાદ બંગાળ એસોશિએશન ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર શ્રી પ્રદીપ પાત્રા એ જણાવ્યું હતું કે, “ગાબા ટ્રસ્ટની પાંખ હેઠળ અમે આખા વર્ષ દરમિયાન વિવિધ સખાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ જેમ કે અમદાવાદના અપંગ મંડળની છત્રછાયા હેઠળ વિવિધ રીતે સક્ષમ લોકોને વ્હીલ ચેર અને ક્રૉચનું વિતરણ, મધર ટેરેસા સંસ્થાને પુસ્તકો અને રોકડનું વિતરણ અને અન્ય વિવિધ NGO, બ્લડ ડોનેશન કેમ્પ, જૂના બસ્ત્રાનું વિતરણ, ગરીબ અને દલિત લોકોને ઘરવખરીની ચીજવસ્તુઓ, મુખ્યમંત્રી રાહત ફંડમાં યોગદાન અને આવી બીજી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.”

મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં, ભક્તો માતા સરસ્વતીની સાથે ભગવાન શિવ અને તેમની પત્ની દેવી પાર્વતીની પણ પૂજા કરે છે. બંગાળમાં એક પરંપરા છે જે અન્ય રાજ્યો કરતા અલગ છે. બંગાળના લોકો સરસ્વતી પૂજા અથવા વસંત પંચમી પહેલા બોર ખાવાનું ટાળે છે.

વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીને સમર્પિત છે. દેવી સરસ્વતીને જ્ઞાન, કલા અને સંગીતની દેવી માનવામાં આવે છે. આ દિવસે લોકો માતા સરસ્વતીની પૂજા કરે છે. પૂજા સમયે પીળા રંગના વસ્ત્રો પહેરો. દેશના જુદા જુદા ભાગોમાં આ દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ થાય છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં, ભક્તો માતા સરસ્વતીની સાથે ભગવાન શિવ અને તેમની પત્ની દેવી પાર્વતીની પણ પૂજા કરે છે. બંગાળમાં એક પરંપરા છે જે અન્ય રાજ્યો કરતા અલગ છે. બંગાળના લોકો સરસ્વતી પૂજા અથવા વસંત પંચમીથી બોર ખાવાનું શરૂ કરે છે.

સરસ્વતી પૂજા બંગાળના લોકોના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ તહેવારની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. આ દિવસે વીણાવદિની મા સરસ્વતીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. બપોરે, દેવીની પૂજા કરવામાં આવે છે અને ઘણો પ્રસાદ આપવામાં આવે છે. તાજા પીળા અને સફેદ ફૂલો અને આલુ વગેરે પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. સરસ્વતી પૂજાનો પ્રસંગ બાળકોના શિક્ષણ અને આધ્યાત્મિક કાર્ય માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *