વસુધૈવ કુટુમ્બકમની થીમ ઉપર પ્રોગ્રામનું આયોજન કરાયું
Gandhinagar: તારા ફાઉન્ડેશન દ્વારા પોતાના ઉમદા કાર્યો અંતર્ગત અને દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મ જયંતિ નિમિત્તે તારા ફાઉન્ડેશ દ્વારા “વસુધૈવ કુટુમ્બકમ”ની થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સંસ્થાના બાળકોએ ભાગ લઈ પોતાની એબિલિટી દર્શાવી હતી. આ કાર્યક્રમને નિહાળવા માટે 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે દિલીપ દાદા દેશમુખ, સની જૈન, પૂનમ જૈન તથા ભદ્રેશ પંચાલ જેવાં મહાનુભાવોએ પોતાની ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. ઉપરાંત, ડો. નીરજ સૂરી પણ બાળકોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યાં હતા.
તારા ફાઉન્ડેશન બાળકોએ પર ડાન્સ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પરફોર્મન્સ દ્વારા બાળકોએ “સ્વચ્છતા અભિયાન”, “સંકૃતિક એકતા” “જંકફૂડ છોડો” જેવા વિવિધ વિષયો પર સંદેશ આપ્યો હતો, જે ખરેખર સરાહનીય છે.
તારા ફાઉન્ડેશનની વર્ષ 2016માં એક નાના રૂમથી શરૂઆત કરી હતી,જે આજે મોટું વટવૃક્ષ બની ગયું છે. તારા ફાઉન્ડેશન ખાતે સ્પીચ થેરાપી, સ્કુલ નોલેજ, ઓડિયોલોજી સર્વિસીસ, મ્યુઝિક થેરાપી, વોકેશનલ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયરલ થેરાપી વગેરે દ્વારા બાળકોનો વિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ડીફ્રેન્ટલી એબલ્ડ બાળકો માટે પણ તારા ફાઉન્ડેશન કાર્યો કરે છે.