ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન

બીસ્પોક આર્ટ ગેલેરીની ભારતીય કલાકારો અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા અને ઉભરતા અને સ્થાપિત કલાકારોને તેમના કાર્યને પ્રદર્શિત કરવા અને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલનો એક ભાગ છે. બીસ્પોક આર્ટ ગેલેરી, જે ફેબ્રુઆરી 2023 માં ખુલી છે, આર્ટિસ્ટમાં છુપાયેલી કલાત્મક પ્રતિભાઓને ઉજાગર કરવા, મહત્વાકાંક્ષી કલાકારોને ઉછેરવા અને ટેકો આપવા અને તેમના કાર્યને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સ્ટેજ સેટ કરવાની દ્રષ્ટિ છે.

હાલમાં જાણીતા મિનિએચર આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા એક ભારતીય કલાકાર, ચિત્રકાર અને ફેશન ડિઝાઇનર છે તેઓનું આર્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે, જેઓ તેમના પોટ્રેટ, તાંજોર પેઇન્ટિંગ્સ, ફ્રેસ્કો વર્ક્સ અને જીવંત પોટ્રેટ માટે જાણીતા છે. તેમણે સિટી પેલેસ, જયપુર, જામા મસ્જિદ અને સિંગાપોર આર્ટ, પીચવાઈ આર્ટ, મ્યુઝિયમમાં ભીંતચિત્રો પુનઃસ્થાપિત કરવામાં કામ કર્યું છે. તેણે સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી, રાની મુખર્જી, પ્રિયંકા ચોપરા, બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન અને દલાઈ લામાઈ જેવી ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ માટે પણ ચિત્રો દોર્યા છે તેઓના આર્ટ સાથે એકઝીબીઝશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે બીસ્પોક ખાતે તા. ૨૩ ડિસેમ્બરથી શરૂ થયેલ છે.

અમદાવાદમાં બીસ્પોક આર્ટ ખાતે ડિસ્પ્લે થયેલ આર્ટવર્ક વિશે વધુમાં જણાવતા આર્ટિસ્ટ સુવિગ્યા શર્મા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મને પીચવાઈ ખુબજ પસંદ છે જે આર્ટ મારા ફાધર દ્વાર મેળેલ છે હું નાનપણથી આ આર્ટ બનાવું છું જેમાં વેજીટેબલ કલરનો વપરાશ કરવામાં આવ્યો છે તે વિંટેજ કલેકશન છે. પીચવાઈ આર્ટમાં નાથદ્વારાની ઝાંખી કરવામાં આવી છે. આ સાથે અહીંયા મેં મારુ બીજું કલેકશન તાંજોર પેઇન્ટિંગ અને પેરિસિયસ આર્ટ વર્ક પણ પ્રેઝન્ટ કરેલ છે. તાંજોર પેઇન્ટિંગ જે કલાસિકલ સાઉથ ઇન્ડિયન પેઇન્ટિંગ છે અને પેરિસિયસ આર્ટ વર્ક છે જે લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓની વાતને આર્ટ દ્વારા રજુ કરવામાં આવી છે. જેમાં ગીરના સિંહ, અડાલજ ની વાવ અને બીજા ઘણા બધા જાણીતી જગ્યાઓ રજુ કરવામાં આવી છે.

ઇવેન્ટમાં જોવા માટે બીસ્પોક આર્ટ ગેલેરીની વેબસાઇટ પર રેજિસ્ટેશન કરી શકશો,અથવા

098751 37852 પર કૉલ કરી શકો છો. બીસ્પોક આર્ટ ગેલેરીમાં ભારતીય કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ અને વૈવિધ્યસભર દુનિયાને અન્વેષણ કરવાની આ દુર્લભ તકને ચૂકશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *