અમદાવાદઃ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી રહેતી શહેરની સામાજિક સંસ્થા દ્વારા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં શહેરના જાણીતા ડૉ. બ્રિંદા શાહ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ મણિલાલ ગાંધી વાનપ્રસ્થાશ્રમ ખાતે શહેરના યુવક મિત્રો ના ગ્રુપ દ્વારા નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 30 જેટલા વડિલોની આંખોની નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતુ. વાસણા સ્થિત આઇ કેર ક્લિનિકના જાણીતા નેત્ર ચિકિત્સક ડૉ. બ્રિંદા શાહ દ્વારા આધુનિક ઉપકરણો દ્વારા આંખોની તપાસ કરવામાં આવ્યું હતુ.
આ તકે વૃદ્ધાશ્રમના સંચાલક ગીતાબેન સહિત ફાઉન્ડેશનના યુવાઓની ટીમ ઉપસ્થિત રહી હતી.