પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું

તાજેતરમાં જ પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઈ) અમદાવાદ ચેપ્ટરના મેમ્બર્સનું ગેટ ટૂ ગેધર યોજાયું હતું. આ મિટિંગમાં પીઆર જગતના વિવિધ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યાં હતાં અને પીઆરમાં આવતાં ગ્રોથ વિશે ચર્ચા કેરી હતી. ઉલ્લેખનીય છે કે પીઆર પ્રેક્ટિશનર્સની રાષ્ટ્રીય સંસ્થા પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1958માં થઈ હતી જેથી પબ્લિક રિલેશન્સને એક વ્યવસાય તરીકે માન્યતા આપી શકાય અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ કામગીરી તરીકે પબ્લિક રિલેશનના હેતુઓ અને સંભાવનાઓને લોકો માટે ઘડી શકાય તથા તેનું અર્થઘટન કરી શકાય. પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયાનું સંચાલન નેશનલ કાઉન્સિલને સોંપાયેલું છે, જેમાં તમામ 26 રિજનલ ચેપ્ટર્સ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *