આયુષ મંત્રાલય ભારત સરકારના સહયોગથી છઠ્ઠા નેચરોપેથી દિવસ અંતર્ગત સોલા મેડિકલ કોલેજ અમદાવાદ તથા ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન ગુજરાત પ્રાંત દ્વારા વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યના ચિંતન માટે એક નેશનલ સેમિનારનું આયોજન આગામી તારીખ ૪,૫ નવેમ્બર ૨૦૨૩ ના થવા જઈ રહ્યું છે.
આ સેમિનારમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી ૫૦૦ થી વધુ નેચરોપેથી પ્રેક્ટિસનર, વિદ્યાર્થી, નેચરોપેથી ઓર યોગ વિષયમાં રૂચી રાખનાર, આધ્યાત્મિક વ્યક્તિત્વ તથા અન્ય નિષ્ણાંતો ભાગ લેશે.
આ સેમિનારનું ઉદઘાટન ભારત સરકારના આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્ર મુંજલપરા દ્વારા થશે અને આ ઉપરાંત ગુજરાત સરકારના ધારાસભ્યશ્રીઓ પ્રકાશભાઈ વરમોરા, જગદીશભાઈ પંચાલ તથા ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપુત પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત આ વ્યાખ્યાનોમાં ગાંધીજી દ્વારા નેચરોપેથી માટે અપાયેલ માર્ગદર્શન તથા તેના પર થયેલા સંશોધનો અંગે વક્તવ્ય આપશે. આયુષ વિભાગના ગુજરાત અને હરિયાણા રાજ્યના ડાયરેક્ટર શ્રી ની વિશેષ ઉપસ્થિતિ દ્વારા વિષય પર માર્ગદર્શન થશે. ભારતની વિવિધ સંસ્થાઓ માંથી ૨૫ થી વધુ નિષ્ણાંતો સંશોધન યુક્ત જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો આપશે. આ સેમિનારમાં પુણે થી ડો. જીતેન્દ્ર આર્ય, ભોપાલથી ડો. રમેશ ટેવાણી, દિલ્હીથી ડો. એમ. કે. તનેજા, ડો. ગોવિંદા ત્રિવેદી જેવા નેચરોપેથી નિષ્ણાંત ગુજરાત બહારથી આવશે. જ્યારે ડો. ભરતભાઈ શાહ, ડો. અર્પણ ભટ્ટ, ડો. બંસી સાબુ, ડો. ફાલ્ગુન પટેલ, ડો. ધારા ભટ્ટ, ડો. ચિરાગ અંધારીયા જેવા ગુજરાતના નેચરોપેથી નિષ્ણાંતો નેચરોપેથી ના વિવિધ વિષય ઉપર ચર્ચા કરશે.
આ ઉપરાંત સોલા મેડિકલ કોલેજના ડીન ડો. રાજેશ મહેતા તથા ડો. હેમા મહેતા, ગવર્નર શ્રી ના ચિકિત્સક તથા બી. જે. મેડિકલ કોલેજના ડો. કમલેશભાઈ ઉપાધ્યાય તથા આઇ. એન. ઓ. ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ભારત સરકારના યોગ તથા નેચરોપેથી બોર્ડના સ્ટીયરીંગ કમિટીના મેમ્બર ડો. અનંત બિરાદરજી નું વિશેષ માર્ગદર્શન મળશે.
નેચરોપેથી અને સ્વાસ્થ્યના વિષય પર આ નેશનલ સેમિનારમાં ૨૦ થી વધુ રિસર્ચ પેપરો પણ વિવિધ સંશોધકો દ્વારા રજૂ થશે. ૦૫ નવેમ્બરના સવારે ૬:૦૦ વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી રાજપુત યોગ પ્રેક્ટિસ અને તેનું મહત્વ સમજાવશે.