વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ દરમિયાન લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ સાથે હાયફન ફુડ્સનો કરાર.   

હાયફન ફૂડ્સ દ્વારા ‘લુલુ’ બ્રાન્ડ હેઠળ ફ્રોઝન ફૂડ ઉત્પાદનોની વિશિષ્ટ લાઇન તૈયાર કરવામાં આવશે.

નવેમ્બર , ૨૦૨૩ : હાયફન ફૂડ્સ લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરીને ખુશી વ્યક્ત કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય, ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સની વિશિષ્ટ શ્રેણીના ઉત્પાદન કરવા માટેનો રહેશે. છે. જે લુલુ ગ્રુપની ખાનગી લેબલ બ્રાન્ડ ‘લુલુ’ હેઠળ રજૂ કરવામાં આવશે.  

૩-૫  નવેમ્બર,૨૦૨૩ દરમિયાન, નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે, વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ અંતર્ગત અધિકૃત રીતે, લુલુ ગ્રૂપની વ્યવસ્થા સંચાલન ટીમની હાજરીમાં મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)નો સત્તાવાર રીતે અમલ કરવામાં આવ્યો હતો. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના પ્રાઈવેટ લેબલના ડાયરેક્ટર શ્રી શમીમ સૈનુલાબ્દીન અને હાઈફન ફુડ્સના સેલ્સ, માર્કેટિંગ અને સપ્લાય ચેઈનના ડાયરેક્ટર  શ્રી કમલેશ કરમચંદાનીએ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ મહત્વપૂર્ણ અવસર પર પોતાના વિચારો રજુ કરતા, હાયફન ફૂડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સી.ઈ.ઓ શ્રી હરેશ કરમચંદાનીએ કહ્યું : “ભારતમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સૂર્યોદય સમાન વિકસી આવ્યું છે. આજે, હાયફન ફૂડ્સ ભારતના સૌથી મોટા ઉત્પાદક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફ્રોઝન સ્નેક્સના નિકાસકાર તરીકે ઉભરી રહ્યું છે અને ટૂંક  જ સમયમાં વૈશ્વિક ધોરણે ફ્રોઝન ફૂડ ઉદ્યોગમાં પોતાની જાતને અલાયદી રીતે સ્થાપિત કરી છે. અમને હાયફન ફૂડ્સ પર ભારતની ભવ્ય સફરનો એક ભાગ બનવાનો ગર્વ છે, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું દૂરદર્શી સ્વપ્ન છે, તદુપરાંત અમે “ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ” બનવા તરફ તીવ્ર ગતિથી અગ્રેસરતા મેળવી રહ્યા છીએ. પ્રખ્યાત લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ સાથેનું અમારું આ જોડાણ ઉભરતી દિશાનું એક પગલું છે. અમે વ્હાઇટ લેબલ બ્રાન્ડ ‘લુલુ’ હેઠળ અમારા પ્રીમિયમ ફ્રોઝન સ્નેક્સની વિશાળ શ્રેણીને સમગ્ર જી.સી.સી પ્રદેશમાં કંપનીના સર્વવ્યાપક રિટેલ નેટવર્કમાં વિસ્તરણ કરવા માટે ભાગીદાર બનવા માટે રોમાંચિત અને આતુર છીએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે, આ ભાગીદારી પુરવઠાની શ્રેષ્ઠ શક્તિઓ તેમજ પ્રીમિયમ ફ્રોઝન ફૂડ પ્રોડક્ટ્સને સમાન ધોરણે  લાવશે તેમજ ગ્રાહકોના અનુભવોને સમૃદ્ધતા પ્રદાન કરશે”

લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના પ્રાઈવેટ લેબલના ડાયરેક્ટર શ્રી શમીમ સૈનુલાબ્દીને પણ પોતાનુંમંતવ્ય  ઉત્સાહપૂર્વક રજુ કર્યું હતું અને જણાવ્યું કે: “અમે હાયફન ફૂડ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરતા આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. ૪ નવેમ્બર, ૨૦૨૩ના રોજ નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ૨૦૨૩ ઈવેન્ટમાં હસ્તાક્ષર કરાયેલ આ મહત્ત્વપૂર્ણ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ, બંને પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચે મજબૂત સહયોગને પ્રોત્સાહન આપવા માટેની એક મહત્ત્વપૂર્ણ અને ઉમદા ક્ષણ છે. હાયફન ફૂડ્સ, તેના પ્રીમિયમ ફ્રોઝન સ્નેક્સના ઉચ્ચ-ગુણવત્તાના ઉત્પાદન માટે સુવિખ્યાત છે, તેઓ લુલુની ખાનગી લેબલ બ્રાન્ડ ‘લુલુ’ હેઠળ ઉત્પાદનોની વિશિષ્ટ શ્રેણીનું ઉત્પાદન શરૂ કરશે.આ ઉચ્ચ સ્તરીય પ્રોડક્ટ્સ સમગ્ર જી.સી.સી પ્રદેશમાં ફેલાયેલા લુલુ ગ્રુપના વ્યાપક રિટેલ નેટવર્કમાં ઉપલબ્ધ રહેશે. અમારો આ સહયોગ બંને કંપનીઓ વચ્ચેનો નોંધપાત્ર સમન્વય દર્શાવે છે, સમગ્ર જી.સી.સી બજારોમાં ખાદ્ય ઉદ્યોગમાં પરસ્પર વૃદ્ધિ અને શ્રેષ્ઠતા પ્રત્યેના તેમના સમર્પણ પર પણ ભાર મૂકે છે. આ જોડાણ સ્થાયી ભાગીદારી તથા સામૂહિક ઉન્નતિના પ્રમાણપત્ર તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ઉપરાંત બંને સંસ્થાઓ માટે ભવિષ્યના સફળ વિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે.”

હાયફન ફૂડ્સ’એ ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ વગેરે જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વ્યૂહાત્મક રીતે પોતાની જાતને પ્રથમ હરોળમાં સ્થાપિત કરી છે. સાઉદી અરેબિયા, યુ.એ.ઈ અને કતાર જેવા મધ્ય પૂર્વીય દેશોમાં સક્રિયપણે સતત અગ્રેસર ઓળખ મેળવી રહી છે. કંપની હવે આફ્રિકન દેશો, ઓસ્ટ્રેલિયા, ફિજી, દક્ષિણ કોરિયા, તાઇવાન અને જાપાનમાં પણ પોતાની હાજરી દર્શાવી રહી છે. કંપની પાસે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કેટરર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ, રિટેલર્સ અને ઈકોમર્સ પ્લેટફોર્મનો પણ બહોળો સમન્વય છે. હાયફનના વૈશ્વિક અને ભારતીય ગ્રાહકોમાં ક્યુ.એસ.આર કેટેગરીમાં બર્ગર કિંગ, કે.એફ.સી, પિઝા હટ, મેકડોનલ્સ, સબ-વે, ટાકો બેલ, કુડુ, લોટેરિયા, વગેરેનો સમાવેશ થાય છે. તથા, રિટેલ ચેન મેક્રો,ટેસ્કો,લોટસ,લુલુ,માયડીન,બિગ-સી  ગેરેમાં પણ મોખરે છે. હાયફન ફૂડ્સ અને ખાનગી લેબલ બ્રાન્ડ, બંનેના બેનર હેઠળ વિવિધ પ્રકારના પ્રીમિયમ ફ્રોઝન સ્નેક્સ રજુ કરે છે.

આ આનંદપૂર્ણ ક્ષણો પર પોતાના વિચારો રજુ કરતા, હાયફન ફૂડ્સ,સેલ્સ, માર્કેટિંગ અને સપ્લાય ચેઈન ના ડાયરેક્ટર શ્રી કમલેશ કરમચંદાની એ જણાવ્યું હતું કે, “હાયફન ફૂડ્સ એ આદરણીય લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ સાથે ભાગીદારી માટે પ્રવેશ કર્યો છે અને ફળદાયી ભાગીદારી માટે સંયુક્ત પ્રયાસો માટે પ્રતિબદ્ધ છે. આ કરારના ભાગરૂપે, હાયફન ફૂડ્સ સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, કતાર અને ભારત સહિત લુલુના વ્યાપક રિટેલ નેટવર્કમાં ઉત્પાદન પૂરું પાડશે.

આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત ખોરાક, ઉચ્ચ ગુણવત્તા સભર ઘટકો, વિશાળ વર્ગીકરણ, વિસ્તૃત સપ્લાય ચેઇન, સર્વોચ્ચ  ઉત્પાદન પ્રક્રિયાઓ અને કડક સ્વચ્છતાના ધોરણોને અનુરૂપ વૈશ્વિક સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ પ્રત્યેનો અમારો આ અતૂટ જુસ્સો, સન્માનિત મોટી વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા અત્યંત વિશ્વાસપાત્ર છે. અમારા વ્યાપક આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ ઉઠાવતા, ખાનગી લેબલ ‘લુલુ’ દ્વારા સમગ્ર જી.સી.સી પ્રદેશમાં, આ ભાગીદારીના હેઠળ, ફ્રોઝન પોટેટો સ્નેક્સની શ્રેણી પુરી પાડવામાં આવશે જેમાં – ફ્લેવરી ફ્રેન્ચ ફ્રાઈસ, આલુ ટિક્કી, ક્લાસિક પેટી, બર્ગર પેટી, જેલેપીનો ચીઝ પોપ્સ, ચિલી ગાર્લિક પોટેટો પોપર્સ, પોટેટો આલ્ફાબેટ્સ, વગેરે નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *