વર્લ્ડ હાર્ટ ડે: હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવી

29મી સપ્ટેમ્બરના રોજ, આપણે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરીએ છીએ, જે હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા અને તેને સુધારવા માટે આપણે શું પગલાં લઈ શકીએ છીએ તે માટે સમર્પિત દિવસ છે. આ વર્ષની થીમ, “યુઝ હાર્ટ ફોર એક્શન” દરેકને હૃદયની તંદુરસ્તી જાળવવા અને તેમના સમુદાયોને ટેકો આપવા માટે સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ડૉ. ચિંતન મહેતા (કન્સલ્ટન્ટ – કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ  માહિતી આપી કે જેઓને કાર્ડિયાક સર્જરીમાં 14 વર્ષનો અનુભવ છે અને 3000થી વધુ સર્જરી તેઓએ કરી છે.

ડૉ. ચિંતન મહેતા (કન્સલ્ટન્ટ – કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) ખાસ કરીને 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની વધતી જતી ચિંતા પર પ્રકાશ પાડે છે.તાજેતરના આંકડાઓ એક મુશ્કેલીજનક વલણ દર્શાવે છે: 40 વર્ષથી ઓછી વયના પુખ્ત વયના લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગની ઘટનાઓ 2010 થી બમણા કરતાં વધુ થઈ ગઈ છે, જે 2010 માં 9.4 પ્રતિ 1000 દર્દીઓથી વધીને 2023 માં 1000 દર્દીઓ દીઠ 22.0 થઈ ગઈ છે. આ ચિંતાજનક વધારો વધુ જાગૃતિ અને સક્રિય પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.

કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વધવામાં મુખ્ય કારણ ઓબેસિટી છે, જેને ઘણી વખત “સાઈલન્ટ હાર્ટ રિસ્ક” ગણવામાં આવે છે. બિનઆરોગ્યપ્રદ આહાર, બેઠાડુ જીવન શૈલી, તણાવનું ઉચ્ચ સ્તર અને સ્થૂળતાની અસરો વિશે જાગૃતિનો અભાવ આ સંકટ તરફ દોરી જતા પરિબળો છે. સ્થૂળતાના કારણોમાં  અસ્વસ્થ આહાર અને પોષણ, ફિઝિકલ ઇનએક્ટિવિટી,  સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલ, વધુ પડતા આલ્કોહોલનું સેવન, આનુવંશિક વલણ તથા અનિયમિત ઊંઘ વગેરેનો સમાવેશ થાય છે.

ઓબેસિટી અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની અસર સામે લડવા માટે, ડૉ. ચિંતન મહેતા વ્યક્તિઓને તેમની ખાવાની ટેવ સુધારવા અને શારીરિક પ્રવૃત્તિ વધારવા પ્રોત્સાહિત કરે છે. છેલ્લા એક દાયકામાં, મેદસ્વી પુખ્ત વયના લોકોની ટકાવારી સતત વધી રહી છે, જે આ મુદ્દાને ઉકેલવો ખૂબ જ જરૂરી છે.  તે માટે હેલ્ધી ડાયટ અપનાવવું જોઈએ, જેમાં પ્રમાણમાં ઓછી ચરબી, ઓછી સુગર, ઓછું સોડિયમ, વધુ ફાઈબર, હોલ ગ્રેઇન્સ, હેલ્ધી પ્રોટીન, ફળો અને શાકભાજીનો વધુ ઉપયોગ વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ડૉ. ચિંતન મહેતા દરેકને તેમના હૃદયના સ્વાસ્થ્યની જવાબદારી લેવા વિનંતી કરે છે. “તે કેલરી બર્ન કરો અને સ્વસ્થ હૃદય માટે અમૂક લાલચને કાબુમાં રાખવા,” માટે કહે છે. જેનાથી સાથે મળીને, આપણે એક ફરક લાવી શકીએ છીએ અને આપણા અને આપણા સમુદાયો માટે સ્વસ્થ ભાવિને પ્રોત્સાહન આપી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *